Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૧૭.
૨.૨.૨ રહીને જ સમગ્રશાસ્ત્રમાં ઈટવ્યવસ્થા કરી આપે છે. (ii) કેટલાક અધિકાર એવા છે જેનું કાર દ્વારા અનુકર્ષણ થાય છે. જેમ દોરી વિગેરેથી બાંધેલા કાષ્ઠનું અનુકર્ષણ થાય છે તેમ અને (ii) કેટલાક અધિકારો એવા છે કે તેનું જ્યાં જ્યાં કામ પડે તે દરેક સ્થળે એનો નિર્દેશ ન કરવો પડે એટલે એક સ્થળે તેનું પઠન કરાય અને જ્યાં જરૂર પડે ત્યાં તે અધિકારની ઉપસ્થિતિ સ્વીકારાય છે.
જેમકે – “વહુનમ્ ૧.૭.૨' સૂત્ર ત્રીજા પ્રકારનું અધિકારસૂત્ર છે. સત્ પ્રત્યયોને વહુન્નનું વિધાન કરવા બધા સૂત્રોમાં તે પદનું ઉપાદાન ન કરતા અહીંજ તેનું ઉત્પાદન કરી જ્યાં સુધી જરૂર પડે ત્યાં સુધી તેની ઉપસ્થિતિ સ્વીકારી છે.
ત્રણ પ્રકારના અધિકારમાંથી પહેલા પ્રકારનો અધિકાર એ જ પરિભાષા. પરિભાષા અને અધિકાર બન્નેમાં પરાર્થત્વ' સમાન હોવાથી પરિભાષાને પણ અધિકાર શબ્દથી ઓળખાવાય છે. તેઓ “પાર્થ” એટલા માટે કહેવાય છે કે તેઓ એકલાં કશું કાર્ય કરતા નથી. જેમકે – ‘સતા પૂર્વસ્વ ૭.૪.૨૦૧' પરિભાષાસૂત્ર છે. તે કહે છે કે 'સસમી વિભક્તિથી નિર્દિષ્ટમાં જે કાર્યનું વિધાન કરાય છે તે સમ્યન્તપદથી વાચ્ય એવા નિમિત્તની અવ્યવહિત પૂર્વમાં રહેલા વર્ગને જ કરવું. પરિભાષાસૂત્રનો આવો અર્થ સાંભળવા છતાં કોઈ પદની સિદ્ધિમાં એક તબક્કો ય આગળ વધી શકાતું નથી. પરંતુ વ ધે. ૨.૨.ર’ જેવું કોઈ વિધિસૂત્ર સાંભળીએ ત્યારે સ્વરે આ સમસ્યન્તનો શું અર્થ કરવો? એવો પ્રશ્ન થાય છે. કેમકે સામાન્યથી સસમીનો અર્થ અધિકરણ થાય છે. તો એ અધિકરણ અભિવ્યાપક લેવું, ઔપશ્લેષિક લેવું કે વૈષયિક લેવું? એ પ્રશ્ન પેદા થશે. એ સંયોગમાં પરિભાષાસૂત્રને વિધિસૂત્રની સાથે જોડીને બન્ને સૂત્રોની એકવાક્યતા કરીને વિધિસૂત્રનો અર્થ કાઢવામાં આવે છે કે “અસ્વ સ્વરથી અવ્યવહિત પૂર્વ (ઉપશ્લેષ) માં રહેલાં વર્ણાદિનો અનુક્રમે ૪, ૫, , નૂ આદેશ થાય છે.” આમ વિધિસૂત્રનો વિધેયાંશ વિશદ કરવા પરિભાષાસૂત્રની સહાય લેવી પડે છે. ટૂંકમાં કહીએ તો પરિભાષાસૂત્રો એ સૂત્ર માટેના સૂત્ર’ છે. આમ પરિભાષાસૂત્રો પાર્થ છે. અધિકારસૂત્રો પણ પરાર્થ છે. જેમકે – “પુષ્ટિ ૧.૪.૬૮” “વહુન્નમ્ ૧..૨' વિગેરે સૂત્રો કોઈ અર્થનું સૂચન કરતા નથી. આ સૂત્રો ઉત્તરસૂત્રો સાથે એકવાક્યતા સાધીને અર્થનો બોધ કરાવે છે, માટે પરાર્થ છે. તેથી જ કહ્યું છે કે – સ્વયે વાવાર્થોથાનની સત્યુત્તરસૂઝવાવેચતા वाक्यार्थबोधजनकत्वमधिकारसूत्रत्वम्।।
(4) વિધિ સૂત્ર - માલિવિયાયજં વિયસૂત્ર”. જે સૂત્ર અમુક કાર્યનું વિધાન કરતું હોય તેને વિધિસૂત્ર કહેવાય. કઈ પ્રકૃતિને કયો પ્રત્યય લાગે? પ્રકૃતિ-પ્રત્યયના યોગ દરમિયાન કયાં-કયાં ફેરફારો વિગેરે થાય? એ બધું બતાવનાર વિધિસૂત્રો છે. જેમકે –“નાચત્તસ્થા ર.રૂ.૨૫' સૂત્રના આદેશનું વિધાન કરે છે, તેથી તે વિધિસૂત્ર કહેવાય.