Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૬.૨.૨
સૂત્રાર્થ :
શબ્દોની સિદ્ધિ સ્યાદ્વાદથી થાય છે.
૧૫
સૂત્રસમાસ :
સ્વાત્ રૂત્યેતસ્ય વાવ: સ્વાદાવ:, તસ્માત્ = સ્વાદાવાતા
વિવરણ :- (1) લોકવ્યવહારમાં પ્રસિદ્ધ એવા સમ્યક્ શબ્દોના અન્વાખ્યાન (તાત્પર્યનું પ્રતિપાદન) માટે આ શબ્દાનુશાસનનો આરંભ કરાય છે. અન્વાખ્યાન એટલે વ્યવહાર પ્રચલિત શબ્દોનો પ્રકૃતિ-પ્રત્યય ઇત્યાદિ રૂપે વિભાગ કરીને સામાન્ય અને વિશેષ (ઉત્સર્ગ અને અપવાદભૂત) એવા નિયમો દ્વારા તેનું (શબ્દોનું) પ્રતિપાદન કરવું તે. એ પ્રતિપાદન શબ્દ દ્વારા અર્થનું પ્રત્યાયન થાય તે માટે હોય છે. શબ્દનો અર્થ સાથે સંબંધ હોય તો જ આ અન્વાખ્યાન સંભવે, અન્યથા નહીં. શબ્દનો અર્થ સાથે સંબંધ સ્યાદ્વાદથી સિદ્ધ થાય છે, કારણ કયા શબ્દનો કઇ અપેક્ષાએ કયા અર્થ સાથે સંબંધ છે એ સ્યાદ્વાદથી નક્કી થાય છે. આમ સ્યાદ્વાદથી સિદ્ધિ થતી હોવાથી સિદ્ધિ: સ્વાદાવાત્ કહ્યું છે.
વ્યાકરણમાં ૧૦ પ્રકારના સૂત્રો આવે છે, તેમાં ‘સિદ્ધિઃ સ્વાદાવાત્' અધિકારસૂત્ર છે. ૧૦ પ્રકારના સૂત્ર આ પ્રમાણે જાણવા.
(a) સંજ્ઞા સૂત્ર – સંજ્ઞા લાઘવ માટે કરાતી હોય છે. વર્ણ, કાર્ય, કારણ વિગેરેના સમૂહને ટૂંકમાં સમજાવે તેને સંજ્ઞા કહેવાય. સંજ્ઞાનો નિર્દેશ કરનારા સૂત્રને સંજ્ઞાસૂત્ર કહેવાય છે. જેમકે ‘ઔવન્તાઃ સ્વરા: ૧.૧.૪' સૂત્રમાં ઞ થી ઓ સુધીના વર્ણસમૂહને ‘સ્વર’ સંજ્ઞા કરી છે. સ્વર, વ્યંજન, ધુટ, નામી, અંતસ્થા, ગુણ, વૃદ્ધિ વિગેરે સાન્વર્થ કે પારિભાષિક સંજ્ઞાઓ બતાવનારા સૂત્રો ‘સંજ્ઞાસૂત્ર’ છે. સંજ્ઞામંત્તિસમ્બન્ધોધ સંજ્ઞાસૂત્રમ્
(b) પરિભાષા સૂત્ર - ચારે બાજુથી વિચાર કરીને જે અર્થવ્યવસ્થા માટેનું નિરૂપણ કરે તે પરિભાષા કહેવાય છે. વેજ્ઞસ્થિતા શાસ્ત્રમવને યતિ ટીપતામ્। પરિતો વ્યાવૃતાં માપાં પત્તિમાષાં પ્રવક્ષસ્તે ।।પરિભાષાસૂત્રો વિધિસૂત્રોના અર્થને વ્યવસ્થિત બનાવે છે. અવ્યવસ્થાાં વ્યવસ્થાડપાળું પરિમાષાસૂત્રમ્। વળી અનિયમે નિયમારિની પરિમાષા એવું પણ લક્ષણ કરાયું છે. અન્ય સૂત્રોનો અર્થ કેવી રીતે કરવો ? તેમાં પરિભાષા સૂત્ર ઉપયોગી છે. જેમકે – 'વર્ષાવેરસ્વ સ્વરે૦ ૧.૨.ર' સૂત્રમાં ‘સ્વરે’ સ્થલીય સમમી ઔપશ્લેષિક અધિકરણને સૂચવે છે. ઉપશ્લેષ (સંયોગવિશેષ) એ પૂર્વ વર્ણ સાથે પણ સંભવે અને પર વર્ણ સાથે પણ સંભવે. તેથી અસ્વે સ્વરે નો અર્થ ‘અસ્વ સ્વર પરમાં હોય તો’ કરવો કે ‘અસ્વસ્વર પૂર્વમાં હોય તો' કરવો ? એ અનિયમ (સંદેહ)નું નિરાકરણ ‘સમસ્યા પૂર્વસ્વ ૭.૪.૨૦' પરિભાષા કરે છે. આમ જુદા જુદા વ્યાકરણકારોએ જુદી જુદી રીતે પરિભાષાઓ વર્ણવી છે. ‘પ્રત્યયઃ પ્રત્યારેઃ ૭.૪.' વિગેરે પરિભાષા સૂત્રો છે.
(c) અધિકાર સૂત્ર - એકના એક પદ કે પદોની, સળંગ ચાલતા અનેક સૂત્રોમાં જરૂર હોય ત્યારે દરેક સૂત્રોમાં તે પદ કે પદોને ન મૂકતા વિવક્ષિત એક સૂત્ર રૂપે કે સૂત્રાંશ રૂપે ગોઠવી દેવામાં આવે અને પછીના રેક સૂત્રોમાં