Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૧૬
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન આવશ્યકતાનુસારે તેની અનુવૃત્તિ ચાલ્યા કરે તેને અધિકાર કહેવાય. અધિકાર જે સૂત્રથી શરૂ થાય તેને અધિકારસૂત્ર કહેવાય છે. આ અધિકાર કલિકાલસર્વજ્ઞશ્રીને ત્રણ પ્રકારનો અભિપ્રેત છે –
(i) જ્યાં તેઓ પૃથક રૂપે અધિકાર સૂત્ર રચે છે ત્યાં અમુક ચોક્કસ સૂત્રોમાં જ તે અધિકારનો સંબંધ થાય છે અને પ્રસ્તુત પાદ પૂર્ણ થાય ત્યાં સુધી અનુવર્તે છે. જેમકે 'પુટિ ૨.૪.૬૮' [ ૬.૪.?' વિગેરે સૂત્રો. પુટિ પદના અધિકારાર્થે પુટ ૨.૪.૬૮ આમ જુદા અધિકારસૂત્રની રચના કરી છે. વળી તે અધિકાર નિમિત્તવિશેષ સહિત મનદ: સૌ ૨.૪.૭ર' સૂત્ર, મમ્-સસી. ૭.૪.૭,'વિગેરે સૂત્રસ્થળે ન અનુવર્તતા નિમિત્તવિશેષ રહિત : ૨.૪.૬૬'વિગેરે વિશેષ સૂત્ર સ્થળે જ અનુવર્તે છે અને તે ૧.૪' પાદ પૂર્ણ થાય ત્યાં સુધી અનુવર્તે છે.
(ii) જ્યાં પાદની સમાપ્તિ પછી પણ અધિકારની અનુવૃત્તિ ચાલતી હોય ત્યાં અધિકારનો સૂત્રમાં પૃથક નિર્દેશ કરવા સાથે તેઓ અનુવૃત્તિની અવધિ (મર્યાદા) નો નિર્દેશ પણ કરે છે. જેમકે મળ પ્રત્યયના અધિકારાર્થે
| નિતા ૬.' આ પ્રમાણે અલગ અધિકારસૂત્ર રચ્યું છે. પ્રત્યયનો અધિકાર 'મત ફુન્ ૬.૨.૨૨' વિગેરે અપવાદના વિધ્યને છોડીને અપત્યાદિઅર્થક વિશેષસૂત્રો સ્થળે જ અનુવર્તતો ૬.૧' પાદ પૂર્ણ થયા પછી પણ ૬.૩’ પાદ પૂર્ણ થાય ત્યાં સુધી ચાલ્યા જ કરે છે. કલિકાલસર્વજ્ઞશ્રીએ 'પ્રા' નિતારન્ ૬..૨૩' સૂત્રમાં અધિકારની મર્યાદાનું સૂચક ‘પ્રા નિતા' પદ મૂક્યું છે. જેથી ખબર પડે કે મન્ પ્રત્યયનો અધિકાર જિતાર્થક ‘તેને નિત ૬.૪.૨' સૂત્રની પૂર્વના ૬.૩ પાદ પૂર્ણ થાય ત્યાં સુધીના અપત્યાદિઅર્થક સૂત્રોમાં અનુવર્તે છે.
(i) જ્યાં અધિકાર ગંગાપ્રવાહની જેમ દરેક સૂત્રોમાં અનુવર્તતો હોય ત્યાં તેઓશ્રી પૃથક અધિકારાર્થક સૂત્રરચતા નથી, પરંતુ અધિકારને અટકાવવા યત્ન કરે છે. જેમકે 'પહોતપાન્ડેડસ્ચ૦ ૮૨.ર૭' આ વિધિસૂત્રથી આગળના દરેક સૂત્રોમાં પાન્ત શબ્દની અનુવૃત્તિ પ્રવાહની જેમ ચાલ્યા જ કરે છે. પવાન્ત શબ્દની અનુવૃત્ત્વર્થે તેઓશ્રીએ જુદું અધિકારાર્થક સૂત્ર નથી રચ્યું, પરંતુ પાન્ત શબ્દની અનુવૃત્તિને અટકાવવા રેગ્ય: ૨.૩.૨૦' સૂત્રમાં ચર્થે બહુવચન કર્યું છે. આના વધુ દાખલા જાણવા ‘પુ િ.૪.૬૮' સૂત્રનું વિવરણ જોઇ લેવું.
કેટલાક જયશંકરલાલ ત્રિપાઠી વિગેરે વ્યાકરણના વિવેચકો અધિકાર અને અનુવૃત્તિમાં ભેદ દર્શાવે છે. તેમનું એમ કહેવું છે કે અધિકારસૂત્ર પૂર્ણ રૂપે આગળના સૂત્રોમાં જોડાયા કરે છે. જ્યારે સૂત્રના અમુક પદ કે પદોનું જ જોડાણ જો આગળના સૂત્રોમાં જોડાય તો તેને અનુવૃત્તિ કહેવાય છે.
[છી થયોn (.ફૂ.૧.૨.૪૬) સૂત્રના મહાભાષ્યમાં પતંજલિ'પ્રતિયોનામનિશથડવિવાર:' આવી અધિકારની વ્યાખ્યા કરે છે અને તેને આ મુજબ ત્રણ પ્રકારનો બતાવે છે. (i) કેટલાક અધિકાર એવા છે કે જે એક દેશમાં રહ્યા થકા સમસ્ત વ્યાકરણશાસ્ત્રમાં પોતાનો પ્રકાશ ફેલાવે છે અર્થાત તે અધિકાર સૂત્રો પોતાના સ્થાને