Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
२.१.१
૧૩ અર્થમાં છે અને તે શાસ્ત્ર શબ્દ સાથે અન્વયે પામે છે તથા વધશબ્દ મર્યાદા અર્થમાં છે અને તે અધ્યયનાડધ્યાપન શબ્દ સાથે અન્વયવાળો છે. માટે દરેક શાસ્ત્ર’ અને ‘અધ્યયન-અધ્યાપન સુધી’ આવો અર્થ કર્યો છે.
પ્રણિધાન ચાર પ્રકાર હોય છે; પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત. તેમાં મર્દ નું શરીરસ્થ રૂપે પ્રણિધાન તે પિંડસ્થપ્રણિધાન, પદરૂપે પ્રણિધાન તે પદસ્થપ્રણિધાન, અરિહંતની પ્રતીમારૂપે પ્રણિધાન તે રૂપસ્થપ્રણિધાન અને યોગિગમ્ય એવું અરિહંતનું ધ્યાન એ મર્દ નું રૂપાતીત પ્રણિધાન. આ ચાર પૈકી શાસ્ત્રના આરંભમાં પહેલા બે સંભવે છે, પછીના બે નહીં.
(10) હવે fથાનં ર...'થી પ્રણિધાન કોને કહેવાય તે કહે છે. અનુવાદ વિના સ્વરૂપનું કથન શક્ય ન હોવાથી અહીં પ્રળિયાન ર...' એમ અનુવાદ કર્યો છે. પંકિતમાં શબ્દ પુન: અર્થમાં છે. મર્દ બીજની સાથે આત્માનું પ્રણિધાન બે પ્રકારે સંભવે છે; સંભેદ પ્રણિધાન રૂપે અને અભેદ પ્રણિધાન રૂપે. તેમાં મર્દ ની સાથે ધ્યાન ધરનાર આત્માનો પરિપૂર્ણ સંશ્લેષ (સંબંધ) રૂપ ભેદ જેમાં હોય તેને સંભેદ પ્રણિધાન કહેવાય. આ ધ્યાનમાં ધ્યાયક વ્યક્તિ પોતાની જાતને કઈં બીજમાં સ્થપાયેલો (સંબદ્ધ) ચિંતવે, મર્દ બીજમય રૂપે નહીં. માટે આને સંભેદ પ્રણિધાન કહેવાય. અહીં “ગર્હ મંત્ર સકલ કાર્યને કરનાર હોવાથી મહામંત્ર રૂપ ગણાય છે, તેથી તે મંડલ, વર્ણાદિ ભેદે ગતિ કરી આકર્ષણ, સ્થંભન, મોહન વિગેરે અનેક કાર્ય કરનાર હોવાથી મર્દમંત્ર ગમનાગમન કરનાર છે. તેથી તે સ્થિર વસ્તુ ન હોવાથી તેની સાથે આત્માનો સંભેદ (સંબંધ) ન સંભવતા સંભેદ પ્રણિધાનનું જે ‘ની સાથે ધ્યાયક આત્માનો સંબંધ રૂપ ભેદ’ આ લક્ષણ દોષગ્રસ્ત બનવાથી તે લક્ષણ નહીં બની શકે આવી શંકા ન કરવી. કેમકે ગર્દ થી અહીંસાધ્ય એવો અરિહંતનો આત્મા લેવાનો છે અને સાધકરૂપે આપણા આત્માને લેવાનો છે. અરિહંતનો આત્મા મંડલ, વર્ણાદિની પેઠે ગતિ કરનાર ન હોવાથી તેની સાથે ધ્યાયકના આત્માનો સંભેદ સંભવી શકે છે.
હવે અભેદ પ્રણિધાન બતાવે છે - મહેંઅક્ષરના અભિધેય (વાચ્ય) પરમેષ્ઠી સાથે આત્માની જે એકમેકતા તેને અભેદ પ્રણિધાન કહેવાય. આશય એ છે કે કેવળજ્ઞાન રૂપી સૂર્ય વડે પ્રગટ કર્યો છે સમગ્ર પદાર્થોનો સમૂહ જેમણે, ચોત્રીસ અતિશયોથી જણાયું છે વિશેષ માહામ્સ જેમનું, અષ્ટ પ્રાતિહાર્યથી વિભૂષિત કર્યું છે દિગ્યલય જેમણે, ધ્યાન રૂપી અગ્નિ વડે બાળ્યું છે કર્મબળ રૂપી કલંક જેમણે, જ્યોતિ સ્વરૂપ અને સકલ પદાર્થોના ઉપનિષદ્ભૂત એવા પ્રથમ પરમેષ્ઠી અરિહંત દેવનો ‘સ્વયં દેવ બનીને દેવનું ધ્યાન ધરે એ પ્રમાણે પોતાની સાથે અભેદ કરાય એવું જે પરિપૂર્ણ ધ્યાન, તેને અભેદ પ્રણિધાન કહેવાય.
(ii) આ અભેદ પ્રણિધાન જ વિનનો નાશ કરવામાં સામર્થ્યવાળું હોવાથી અને બીજું કોઈ તેવા પ્રકારના પરિપૂર્ણ સામર્થવાળુ ન હોવાથી એ જ તાત્વિક છે. માટે આપણે પણ એ જ પ્રણિધાન કરવા યોગ્ય છે.