Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
૨૦
દિવસમાં કરવાના છે આવશ્યક સાંજે સાચવી લેવાય છે, માટે જ તેનું નામ સંધ્યા પ્રતિક્રમણ ન રાખતાં દેવસિક પ્રતિકમણ રાખવામાં આવેલું છે. એટલે સાંજે તે પ્રતિક્રમણ જ કરવાનું હોય છે, છતાં દિવસે દિવસના બાકીના પાંચ આવશ્યક ન સાચવ્યા હોય તે સાચવી લેવાય છે, એમ એ પ્રતિકમણની આજુ બાજુના પણ બાકીના પાંચ આવશ્યક પ્રતિકમણના સહકારથી પ્રતિક્રમણ તરીકે પ્રસિદ્ધ થયેલ છે,
૨૪ આ લખાણ વાંચીને કોઈને સહજ શંકા થવાનો સંભવ છે કે જેણે દિવસમાં પાંચેય આવશ્યક સાચવ્યા હોય, અર્થાત્ સામાયિક કર્યું હોય, તીર્થંકર પ્રભુની સ્તુતિ ભકિત કરી હેય, ગુરૂવંદન, પચ્ચખાણ અને કાર્યોત્સર્ગ પણ કર્યો હોય તે વ્યકિત દેવસિય પડિકકમણે ઠાઉંથી અઈજજેસુ સુધીનું જ પ્રતિકમણ કરે તે ચાલી શકે કે કેમ ? ” આ શંકાને સમાધાનમાં સમજવું જોઈએ કે –મુખ્યપણે ન ચલાવી શકાય, કારણ કે-સાંજે કરવાના દૈવસિક, પાક્ષિક, ચાતુમાસિક અને સંવછરી એ ચારેય પ્રતિક્રમણ શકય હોય ત્યાં સુધી સકલસંઘ સાથે ગુરૂમહારાજ સમક્ષ કરવાની આજ્ઞા છે અને તેથી દિવસમાં પ્રતિકમણ સિવાયના પાંચ આવશ્યક કોઈએ ન કર્યા હોય અને કોઈએ કર્યા હોય તે દરેક વ્યકિતએ સામુદાયિક વિધિમાં સાથેજ રહેવું જોઈએ. તેમજ છએ આવશ્યક સાથેજ કરવા જોઈએ આવા પ્રસંગે સકલસંઘને એકઠા મળવાનું થાય છે અને તેથી દર્શનશુદ્ધિ થવાનો પ્રસંગ પણ પ્રાપ્ત થાય છે.
એકંદર આખા દિવસમાં કોઈ વ્યકિત કોઈ પણ આરાધના ન કરી શકી હોય તે માટે, દેખાદેખીથી બાળજી ધર્મક્રિયા શીખે તે માટે, વ્યકિતગત પ્રમાદપરિહાર માટે, સામુદાયિક વાતાવરણ ચાલુ રહે તે માટે, “સકલસંઘે સાંજે ભેગા થઈને પ્રતિક્રમણ કરવું જોઈએ, એવી પ્રભુની ખાસ આજ્ઞા છે તેના પાલન માટે સાંજના સામુદાયિક પ્રતિક્રમણ કરવાનું છે.
૨૫ ઉપરના એકંદર વિવેચન ઉપરથી આપણે નિ:શંકપણે જોઈ શકીએ છીએ કેપ્રતિકમણની ક્રિયા સર્વને માટે અત્યંત આવશ્યક છે અને એ ક્રિયાથી આપણે વંચિત રહીએ તે મહાપુણ્યરાશિથી મળેલો આપણે આ મનુષ્યભવ એળે ગુમાવી દઈએ છીએ.
૨૬ આવી અમૂલ્ય ક્રિયા માત્ર ગતાનગતિકપણે, શુષ્કભાવે, વગર સમજે, શુદ્ધાશુદ્ધ ઉચ્ચાર વડે, જેમ બને તેમ જલદીથી પૂર્ણ કરવાના આશયથી, ઉપગરહિતપણે અથવા અન્ય બાબતમાં ઉપગ રાખીને કહેવામાં આવે છે તેથી વાસ્તવિક લાભ કદી પણ મળી શકવાનો નથી.
૨૭ આ કિયા તે જે “લકત્તર ભાવ આવશ્યક” તરીકે કરવામાં આવે તો જ ખરેખરું સંપૂર્ણ ફળ મળે. એ “લોકોત્તર ભાવ આવશ્યક” કેને કહેવું? એ વિષે આ પુસ્તકના ૭=૮ પાના ઉપર અનુવાદ કરવામાં આવેલ છે. આ બાબત મને ઘણું મહત્વની લાગે છે. અને તેથી અનુગદ્વારને મૂળ સૂત્રપાઠ અને તેના ઉપરની ટીકા તરફ લક્ષ્ય ખેંચવાનું ઠીક લાગે છે. એ સૂત્રપાઠ આપણું હૃદયમાં કેરી રાખી આપણી દરેક ધાર્મિક ક્રિયા કરવાના પ્રસંગે એને સ્મૃતિપટ પર લાવવામાં આવે તો કરવામાં આવતી ક્રિયા અત્યંત આલ્હાદ ઉત્પન્ન કરી વાસ્તવિક ફલ આપનારી થાય છે. આ રહ્યો તે સૂત્રપાઠ---
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org