Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
૧૨
વામાં આવ્યું છે. એના છ વિભાગ કરવામાં આવેલા છે. (૧) સામાયિક (૨) ચતુર્વિશતિ તવ (૩) વંદન (ક) પ્રતિકમણ (૫) કાત્સર્ગ અને (૬) પ્રત્યાખ્યાન: આવશ્યક કયા આત્માને પ્રાપ્તભાવ (શુદ્ધિ)થી પડવા દેતી નથી, તેને અપૂર્વભાવની પણ પ્રાપ્તિ કરાવે છે, તથા ક્ષાપશમિકભાવપૂર્વક કરાતી ક્રિયા વડે પતિત આત્માની પણ ફરીથી ભાવવૃદ્ધિ થાય છે. આ કારણે ગુણોની વૃદ્ધિ અર્થે તથા પ્રાપ્તગુણોથી અલિત નહિ થવા અર્થે આવશ્યકકિયાનું આચરણ અત્યંત ઉપયોગી છે.
જે તને લઈ મનુષ્યના જીવનને અન્ય પ્રાણુઓનાં જીવન કરતાં ઉચ્ચ ગણવામાં આવે છે, તે તો આ છે –(૧) સમભાવ અથત શુદ્ધશ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્રનું સંમિશ્રણ (૨) જીવનને વિશુદ્ધ બનાવવા માટે સીપરિ જીવન મુક્ત મહાત્માઓને આદર્શરૂપે પસંદ કરી તેઓની તરફ સદા દષ્ટિ રાખવી, (૩) ગુણવાનું બહુમાન યા વિનય કરે; (૪) કર્તવ્યની
સ્મૃતિ તથા કત્તવ્યપાલનમાં થઈ જતી ભૂલનું અવલોકન કરી નિષ્કપટભાવે તેનું સંશોધન કરવું અને ફરીથી તેવી ભૂલે ન થાય તેને માટે આત્માને જાગૃત કરે; (૫) ધ્યાનનો અભ્યાસ કરી પ્રત્યેક વસ્તુ સ્વરૂપને યથાર્થ રીતિએ સમજવાને વિવેકશક્તિનો વિકાસ કરવો, (૬) ત્યાગવૃત્તિ દ્વારા સંતેષ અને સહનશીલતાની વૃદ્ધિ કરવી.
૧૭ આ તત્વોના આધાર પર આવશ્યક ક્રિયાને મહેલ ઉભે છે. વ્યવહારમાં પણ આરોગ્ય માટે મુખ્ય માનસિક પ્રસન્નતા જોઈએ. સ્થાયી માનસિક પ્રસન્નતા પૂર્વોકત તત્વો કે જેના ઉપર આવશ્યક ક્રિયાનો આધાર છે, તે તો સિવાય કોઈપણ પ્રકારે પ્રાપ્ત થઈ શકતી નથી.
ટુમ્બિકનીતિને મુખ્ય ઉદ્દેશ સંપૂર્ણ કુટુંબને સુખી બનાવવાનું છે. તેના માટે નાના મોટા સર્વમાં એક બીજા પ્રતિ યથોચિત વિનય, આજ્ઞાપાલન, નિયમશીલતા અને અપ્રમાદની આવશ્યકતા છે. આ સર્વે ગુણે આવશ્યક ક્રિયાના આધારભૂત પૂવકત તત્વોનાં પેષણથી સહજ પ્રાપ્ત થઈ જાય છે. સામાજિક નીતિને ઉદ્દેશ સમાજને સુવ્યવસ્થિત રાખવાનો છે, તેને માટે વિચારશીલતા, પ્રમાણિક્તા, દીર્ધદર્શિતા અને ગંભીરતા આદિ ગુણો જીવનમાં આવવા જોઈએ. જે આવશ્યકક્રિયાના પ્રમાણુભૂત પૂવોકત છ ત સિવાય કઈ રીતે આવી શકતા નથી.
૧૮ ઉપર મુજબ આ વિષય પર વિચારતાં સ્પષ્ટ જણાય છે કે શાસ્ત્રીય અને વ્યાવહારિક બન્ને દષ્ટિએ આવશ્યકક્રિયાનું યથોચિત અનુશાસન પરમ લાભદાયક છે. કોઈ પણ બુદ્ધિમાને આ મુજબની વિચારરારણથી મનન કરતાં આવશ્યકક્રિયાનું મહત્વ આ લોક તથા પલકને માટે વ્યાવહારિક દષ્ટિએ તેમજ આધ્યાત્મિક દષ્ટિએ કેટલી ઉંચી કોટીનું છે તે સહેજે સમજાય તેમ છે.
૧૯ તત્વથાધિગમસૂત્રમાં અધ્યાય ૬, સૂત્ર ર૩માં દર્શન વિશુદ્ધિ વગેરે ગુણોને તીર્થંકર નામકમ ઉપાર્જન કરવાનાં કાણું તરીકે જણાવવામાં આવેલા છે, તેમાં “વફા પરિણ: ને પણ ઉલ્લેખ છે. તે સૂત્રના ભાગ્યમાં સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે–સામાજિાનામાવાનાં માવડનુષ્ઠાનરથાપિાળ: ( તીર્થંકરનામર્મળ શાસ્ત્રો મત) એટલે કે સામાયિક આદિ (છ) આવશ્યકોનું યથાવિહિત ગ્ય કાળે ભાવથી આસેવન, તીર્થંકર નામકમ ઉપાર્જન કરાવે છે.
૨૦ જ્ઞાતાધર્મકથાંગનાં આઠમા મલ્ટી અધ્યયનમાં સૂત્ર ૬૪માં (આગમેદયસમિતિ પ્રકાશિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org