Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શકાય છે, તેમ આત્માને પણ કર્મની ઉપાધીઓથી અમુક પ્રકારનાં પ્રયત્નોથી કમરહિત કરી તેનાં શુદ્ધ સ્વરૂપમાં પ્રગટ કરી શકાય છે. - ૧૨ આત્મા પિતાનું ભાન ભૂલી પોતાના સ્વભાવમાંથી ખસી અમુક લાગણીઓથી મન, વચન અને કાયાવડે પ્રવૃત્તિ કરે છે, તે વખતે લેતું જેમ લેહચુંબક તરફ આકર્ષાય છે, તેમ આ જગતમાં સર્વત્ર ભરેલા પગલપરમાણુઓમાંથી પિતાની લાગણીને લાયકનાં પુગેલે આત્મા તરફ આકર્ષાય છે. અને તે પુલનું આત્મપ્રદેશ સાથે જોડાણ થાય છે. આ લાગણીઓ ચાર પ્રકારની હોય છે. (૧) મિથ્યાત્વ, (૨) અવિરતિ, (૩) કષાય અને (૪) મન, વચન તથા કાયાના અશુભ ગઃ મિથ્યાત્વ એટલે આત્મભાન ભૂલવું તે, અવિરતિ એટલે ઈચ્છાને કાબૂમાં રાખવાનો નિયમ ન કરવો તે, કષાય તે રાગ દ્વેષવાળી પ્રવૃત્તિ અને યોગ તે મન, વચન અને કાયાની સામાન્ય સાવધ પ્રવૃત્તિ. આ મિથ્યાત્વ અવિરતિ, કષાય અને યોગનાં નિમિત્તને પામીને જીવવડે જે ક્રિયા કરાય તે કર્મ કહેવાય છે. એ કમ આઠ ભાગમાં વહેંચાયેલાં છે. અને તે (૧) જ્ઞાનાવરણીય, (૨) દર્શનાવરણીય, (૩) મેહનીય, (૪) અંતરાય, (૫) વેદનીય (૬) આયુષ્ય (૭) નામ (૮) અને ગેત્ર એ નામથી ઓળખાય છે. આ આઠ કર્મોમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અંતરાય-એ ચાર “ઘાતી” કર્મો કહેવાય છે. તેઓ આત્માનું સ્વરૂપે પ્રગટ થવા દેતા નથી, અને આત્માના વિકાસમાં બાધા નાખે છે. બાકીના ચાર કર્મો “અઘાતી” કહેવાય છે. કારણ તે આત્માને સ્વાભાવિક સ્વરૂપનો પ્રતિરોધ યાને ઘાત કરતા નથી; “ઘાતી” કર્મોને સશે નાશ થયા બાદ આ “અઘાતી” કર્મોને યોગ્ય અવસરે જરૂર સ્વતઃ ક્ષય થઈ જાય છે, અને ફરી બંધાતા નથી. આ વિષયમાં મહાન યોગી પૂજ્યશ્રી આનંદઘનજીની ચોવીસીમાનું છઠ્ઠા શ્રી પ્રભજી મહારાજનું સ્તવન ફક્ત છ ગાથાઓમાં બહુ જ કિમતી માર્ગદર્શક સમજ આપે છે. કર્મ બંધ વગેરેનો સિદ્ધાંત પહેલી ચાર ગાથાઓમાં ટુંકામાં પણ સચોટ રીતે સમજાવી ભગવાન અને આપણા વચ્ચે અંતર કેમ પડયું છે? અને તે કેવી રીતે ભાંગે? અને આપણે ભગવાનની પેઠે શુદ્ધ આત્મસ્વરૂપમાં કેવી રીતે રમણ કરતા થઈએ ? તે વિષે ખુલાસો કરતાં તેઓશ્રી પાંચમી ગાથામાં જણાવે છે કે-આત્માને કર્મ સાથે સંબંધ કરવારૂપ કિયા-જેને “યું જનકરણ” કહેવામાં આવ્યું છે, તેને લીધે એ અંતર પડયું છે. “ મુંજન કરણે હો અંતર તુજ પડયો રે” અંતર ભાંગવા માટે ઉપાય બતાવતાં કહેવામાં આવ્યું છે કે-“ગુણકરણે કરી ભંગ....અંતર ભંગ સુઅંગ” આત્માના જ્ઞાન, દર્શનાદિ ગુણ છે. જે આપણે ઉપર સૂચવી ગયા છીએ) તે ગુણકારણે એટલે આત્મા કેવળ ગુણરૂપ જ્ઞાનદર્શરૂપ થઈ જાય, તો તે અંતર ભાંગવાનો એજ સારો ઉપાય છે.
* આમાના કમ સાથે સંબંધ કરવા રૂપ ક્રિયા કરવાવડ તારા મારા વચ્ચે અંતર ૫ડયું છે. તે અંતર “ગુણુકરણે કરી ભંગ” આત્માને ગુણ કરે તેવી ક્રિયા કરવાવડે કરીને ભાંગે. “ ગ્રંથ યુકત કરી પંડિત જન કહ્યો રે, અંતર ભંગ સુસંગ. '' પંડિત જનાએ ગ્રન્થની યુક્તિથી અંતર ભંગનું તેને જ ઉત્તમ અંગે જણાવેલ છે. તે હંસસાગર |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org