Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
૧૩ આત્માના ઉપર ઉલેખ કરેલા સ્વાભાવિક ગુણોને જેમ જેમ વિકાસ થાય અને આત્મા કેવળ એ ગુણરૂપ થઈ જાય, તે કર્મરાજાનાં ઉપર બતાવેલાં સાધનો કચરાઈ જાય અને ખેદાનમેદાન થઈ જાય, અને આત્મા પિતાના શુદ્ધ સ્વરૂપમાં પ્રગટી રહે. તે ગુણોનો વિકાસ કરવા માટે શાસ્ત્રકાર ભગવંતે આપણને પાંચ પ્રકારના આચાર બતાવ્યા છે. તે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા સૌએ પોતપોતાની મર્યાદા પ્રમાણે મન, વચન અને કાયાથી પાળવાના છે. તે પાળવાથી આત્માના જુદા જુદા ગુણોનો વિકાસ થાય છે, અને સંપૂર્ણ રીતે પળાય તે આત્મા પિતાનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ કરવા ભાગ્યશાળી બને છે. તે પાંચ આચારોનાં નામ. (૧) જ્ઞાનાચાર (૨) દર્શનાચાર (૩) ચારિત્રાચાર (૪) તપાચાર અને (૫) વીર્યાચાર રાખવામાં આવેલા છે. એ પાંચેય આચારનું સંક્ષિપ્ત સ્વરૂપ જણાવનારી આઠ ગાથાઓ જૈનશાસ્ત્રમાં અતિચારની આઠ ગાથારૂપે પ્રસિદ્ધ છે. દરેક પ્રતિક્રમણક્રિયામાં પાંચ આચારનું સ્વરૂપ હદયમાં દઢપણે ઠસાવવા અથવા તે સંબંધી આત્મભાવ જાગૃત કરવા આ આઠ ગાથાને મન, વચન અને કાયાની એકાગ્રતા કરીને કાઉસ્સગ કરવામાં આવે છે. આ પાંચ આચારનાં પાલનમાં–ત્રણ રત્ન, સામાયિક, દાન, શીયલ, તપ, ભાવ, વગેરે જૈન ધર્મના તમામ આચારો સમાય છે. આ પાંચ આચારનું પાલન તે સમ્યફચારિત્ર છે. જૈનધર્મનું સમગ્ર ધાર્મિક રહસ્ય ટુંકામાં અને સારી રીતે આ પાંચ આચારમાં સમાવ્યું છે. સામાન્ય શ્રાવકના બાળકથી માંડીને કેવલજ્ઞાની ભગવંત સુધી આચરી શકે તેવી ધાર્મિક સર્વ આચરણનો આ પાંચ આચારમાં વ્યવહારૂ રીતે સમાવેશ કરવામાં આવ્યા છે.
૧૪ આ પાંચે આચારોના પાલનમાં જે મલીનતા લાગે તેને “અતિચાર” કહેવામાં આવે છે. આ મુજબ લાગેલી મલીનતા ટાળવાને માટે એટલે કે-પાંચ આચારની શુદ્ધિને માટે સાધુ અને શ્રાવકે નિરંતર સવાર-સાંજ પ્રતિક્રમણ કરવાનું હોય છે.
૧૫ પ્રતિક્રમણ એટલે (૧) પ્રમાદવશ શુભયોગથી પડી જઈ અશુભયોગને પ્રાપ્ત કર્યા બાદ ફરીથી શુભગને પ્રાપ્ત કરવા, (૨) અશુભયોગને છોડી ઉત્તરોત્તર શુગને પ્રાપ્ત કરવા ક્રમણ કરવું તે પણ પ્રતિક્રમણ છે. (પ્રવચનસારોદ્ધાર-ત્રીજું પ્રતિક્રમણ દ્વાર પા. ૩૯ દે. લા)
૧૬ આ પ્રતિકમણક્રિયાનો આવશ્યકક્રિયામાં સમાવેશ કરવામાં આવે છે. આત્માના ગુણે પ્રગટ કરવા અર્થે જે ક્રિયા કરવા યોગ્ય છે તે “આવશ્યક” કહેવાય છે. એને મૂળ પ્રાકૃત ભાષાનો શબ્દ સાવરણી છે. એનાં જુદાં જુદાં નામ જણાવવામાં આવેલા છે.
आयस्सयं अवस्सकरणिनं धुव निगहो विसोही य ।।
अज्झयणछक्क वग्गो नाओ आराहणा मग्गो ॥ १ ॥ આ દશ પર્યાય નામો છે. વિશેષાવશ્યકમાં અને તેની ટીકામાં એ સંબંધમાં જે વિવેચન કરવામાં આવ્યું છે, તે ઉપરથી આપણે સ્પષ્ટપણે સમજી શકીએ કે- આવશ્યકક્રિયા અત્યંત આધ્યાત્મિક ઉપગી ક્રિયા છે. આત્માના વિકાસને લક્ષમાં રાખીને એની રચના કમ રાખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org