Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
૧૫
चत्तारि परमंगाणि, दुल्लहाणि य जंतूणो ॥ माणुसत्तं सुइ सदा, संजमम्मि य वारियं ॥
૮ આવા ઉત્તમ મનુષ્યભવને અજ્ઞાનતાને લીધે લાભ ન લેનાર મનુષ્યને એક સ્થળે એક અજ્ઞાન રાજકુમારની સાથે સરખાવ્યા છે. અજ્ઞાન રાજકુમારને કેઈ ચાર પૈડા આપવાના કરે અને રાજ લખી માંગે તો તે ચાર પૈડા લઈને પિતાનું રાજ લખી આપે, કારણ કેતેની અજ્ઞાન અવસ્થા એમ સમજાવે છે કે-રાજ્ય કરતાં પેંડાની મીઠાશ વધારે સારી છે. તે રાજકુમાર એમ સમજતો નથી કે–પેંડાની મીઠાશ તે ક્ષણિક છે, નાશ પામવાવાળી છે, અને રેગેને ઉત્પન્ન કરવાવાળી છે. એ પ્રમાણે ઉત્તમ રસનુષ્યભવન લાભ ન લેનાર મનુષ્ય પણ પિતાનાં મનુષ્યત્વની ગહનતા સમજતો નથી, અને તે સપર્શ, રસ વગેરે વિષચેના સુખે મળતા હોય તો તે માટે પોતાની જિંદગી લખી આપવા તૈયાર થાય છે. અર્થાત મનુષ્ય, વિષય વાસનારૂપી પૅડાની મીઠાશને અજ્ઞાનવશ માન્ય રાખે છે, અને મનુષ્યભવરૂપી રાજ્ય લખીઆપી મનુષ્યજન્મ વેડફી નાંખે છે.
૯ ઉત્તમ મનુષ્યભવની ખરી કિંમત સમજનારે તો ઉપર જણાવ્યા પ્રમાણે અનાદિકાળથી આત્માની અગાધ શક્તિઓને દબાવી રાખી તેને ગુલામી અવસ્થામાં રાખનાર કર્મરાજાની સામે દારૂણ યુદ્ધ જ ખેલવું જોઈએ, અને કર્મ જંજીરોને તેડીકેડી પોતાની સ્વતંત્રતા સંપાદન કરવી જોઈએ. આવા યુદ્ધમાં જય પ્રાપ્ત કરવા માટે પોતાનું લશ્કર મજબૂત બનાવવું જોઈએ અને પ્રતિપક્ષનું લશ્કર ચગદી નાંખવું જોઈએ. આથી આત્માના મુખ્ય ગુણો ક્યા છે? અને તેને વિકાસ કરવા માટે શી શી ક્રિયાઓ કરવાની જરૂર છે? તેમજ કર્મરાજાને સહાય કરનાર કયા કયા મુખ્ય સાધને છે અને તે સાધનોને નાશ કરવા માટે શી શી ક્રિયાઓ કરવાની જરૂર છે? આ બાબતની માહિતી મેળવી તેને અમલમાં મૂકવાને મુખ્ય પ્રશ્ન આપણી સમક્ષ ઉપસ્થિત થાય છે. તેમ કર્યા સિવાય આ ભવભ્રમણને નાશ થવાનો સંભવ જ નથી.
૧૦ અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર, અનંતવીર્ય = દાનાદિશક્તિ, અવ્યાબાધ સુખ, અક્ષયસ્થિતિ, અરૂપીપણું અને અગુરુલઘુપણું આ આઠ આત્માના મુખ્ય ગુણો છે. આઠ પ્રકારનાં કોને નાશ થવાથી આ ગુણે પ્રગટ થાય છે. તે ગુણો આત્માની સાથે જ રહે છે. કર્મનાં આવરણને લઈને તે દબાઈ જાય છે. કમરનાં આવરણો દૂર થતાં તે ગુણોનો આવિ. ર્ભાવ થાય છે. જ્ઞાનાદિ ગુણો બહારના કોઈ સ્થળેથી આવતા નથી. આ આત્માની અનંત શક્તિઓ આત્મામાં જ રહેલી છે, પણ તે દબાઈ રહેલી છે. કર્મનાં આવરણો દૂર થતાં તે શક્તિઓને આવિર્ભાવ થાય છે. આત્માને અને આ ગુણોને સમવાય (તદ્રુપ) સંબંધ છે–અભેદ સંબંધ છે.
૧૧ આત્મા અને કર્મ એ બન્ને અનાદિ છે, છતાં પણ આત્મા અનાદિ અનંત છે, જ્યારે તેને લાગેલું કર્મનું બંધન જે કે-પ્રવાહથી અને પરંપરાથી અનાદિ છે, છતાં વસ્તુસ્થિતિએ (પહેલાંના કર્મને નાશ થાય, તે પછી બંધાય તે કર્મ, અમૂક વખતે જ બંધાએલું હોય તેથી તે) સાદિ સાંત છે. જેમ સેનાની ખાણમાંથી મળેલું સોનું માટી સાથે મળેલું હોય છે, તે માટીને મહેનત કરીને દૂર કરી શકાય છે અને ચોક્ખું સોનું તેના ખરા સ્વરૂપમાં મેળવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org