Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
॥ पूज्यपाद ध्यानस्थस्वर्गत आगमोद्धारकाचार्यवर्य श्री आनन्दसागरसूरीश्वरेभ्यो नमः॥
-- > .
પ્રસ્તાવના
1 દેવેન્દ્રપૂજિત, યથાસ્થિત વસ્તુ જણાવનાર, ત્રણ લોકના ગુરુ, વીતરાગ, સર્વજ્ઞ અરિહંત ભગવાને ત્રણ વાતો જૈનત્વના પ્રથમ પગથીયારૂપ જણાવે છે:-(૧) પહેલી વાત એ કે-આ જીવ અનાદિને છે; (૨) બીજી વાત એ કે-કમ અને જન્મ પણ અનાદિ છે અને (૩) ત્રીજી વાત એ કે-જીવ, કર્મ અને જન્મની પરંપરામાં અનાદિ કાળથી રખડ્યા કરે છે. ચિરંતનાચાર્ય વિરચિત શ્રી પંચસૂત્ર જેની વ્યાખ્યા પૂર્વધરસમકાલીન ભગવાન શ્રીહરિભદ્રસૂરિજીએ કરી છે, તેનાં પ્રથમ સૂત્રની શરૂઆતમાં આ બાબત સ્પષ્ટપણે જણાવવામાં આવેલી છે.
૨ આત્મા આ સંસારમાં અનાદિકાલથી ગોથાં ખાયા કરે છે અને રખડપટ્ટી કર્યા કરે છે તેનું કારણ આ સંસારની ઉપાધિ છે; અને એ ઉપાધિ આત્માની કેટલીક અવળી પ્રવૃત્તિઓના કારણે લાગે છે, એટલે કે-આત્મા પોતે અમુક કારણ અને સંજોગવશાત કેટલીક એવી ક્રિયાઓ કરી બેસે છે કે-જેનું પરિણામ કોપાર્જનમાં આવ્યા વગર રહેતું નથી. આ કપોજન એ જ રખડપટ્ટીનું મૂળ છે. આ કર્મોપાર્જન જેટલા અંશે ઓછું તેટલા અંશે આત્મા શુદ્ધ થવાનો, અને જ્યારે એ કમ્પાનરૂપી કારણોને નાશ થશે ત્યારે રખડંપટ્ટીનું કાર્ય પોતાની મેળે બંધ થવાનું. આ રખડપટ્ટી કોઈ અકારણુજન્ય એટલે સ્વયંસિદ્ધ વસ્તુ નથી, પણ એ કારણજન્ય છે અને એ કારણ તે કર્મ છે. એના નાશમાં રખડું પટ્ટીનો અવશ્ય નાશ છે.
૩ શાસ્ત્રકારો ફરમાવે છે કે બધાએ પ્રાણીઓનાં શરીરમાં વસતો આત્મા અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતવીર્ય, અનંતસુખ વગેરે ગુણોથી ભરેલો છે. આત્માની શક્તિને કેઈ પાર નથી. આત્મા વસ્તુત: મહા સમર્થ છે, પણ એનું સામર્થ્ય અનાદિકાળથી નહિંવત્ થયેલું છે, અને એને જડ માટીના ઢેફા જેવા કર્મને આધીન થઈને અનંતશક્તિવાળ હોવા છતાં તે નચાવે તેમ નાચવું પડે છે ! એનું અનંતજ્ઞાન કયાંક ઢંકાઈ જાય છે, એનું અનંતદર્શન કાંઈ છુપાઈ જાય છે, એનું અનંતવીય–અખૂટ શક્તિ કયાંક પલાયન કરી જાય છે, અને અનંત સુખ અલોપ થઈ જઈ એ આત્મા કસાઈખાનાના રાંક બકરાની માફક કમ રાજાને ચાબુક, નીચી ગરદને પિતાની જાત ઉપર સહન કરી લે છે. ટૂંકમાં આ સંસારી દશામાં પરમ જ્ઞાન, દર્શન, ચારિત્ર વીર્યવાન આત્મા અનંત અવ્યાબાધ સુખને માલીક હોવા છતાં પિતાનું પ્રભુત્વ ભૂલી જાય છે, અને પોતાના સ્વામી તરીકે કર્મને સ્વીકાર કરીને એના કહેવા પ્રમાણે નાચે છે. આત્માની આ સ્થિતિ એક વિકરાળ વનરાજ કેસરીસિંહ, જે કંઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org