Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
૧૨
થતાં તેઓશ્રીનાં સમાન અર્થે અશાડ સુદ બીજના રોજ કેટના ઉપાશ્રયે એકઠા થએલા શ્રી સકલસંઘની દબદબાભરી સભામાં તેઓશ્રી માટે કેટના મેનેજીંગ ટ્રસ્ટી શ્રીમાન્ સર્ગત શેઠ હરકીશનદાસભાઈને બેલેલા શબ્દો (કે-જે તા. ૫-૭-૪૭ના શાસન સુધાકરમાં પ્રસિદ્ધ થયા છે, તે)નું આ નીચે અવતરણ કર્યું તે તે અસ્થાને નહિ ગણાય.
શ્રીમાન સદગત શેઠશ્રી હરકીશનદાસભાઈના હાર્દિક ઉદ્દગાર.
ભાઈઓ! અને બહેનો ! અત્રે બિરાજમાન પૂજ્ય મુનિમહારાજ શ્રી હંસસાગરજી મહારાજની એકધારી વૈરાગ્યમય, પરમભાવત્પાદક સુંદર દેશનાનો આપણને છેલ્લા અઢી માસથી ઘણા સારો લાભ મળે છે, અત્રે પજુસણ તથા ચાતુમાસમાં વ્યાખ્યાન વખતે હાજરી હોય, પણ શેષકાળે આવી હાજરી થઈ હોય તે તે આ પ્રથમ પ્રસંગ છે કે-જે એક રેકર્ડ છે. તેનું કારણ મુનિશ્રીની તેવી અદભૂત દેશના છે. જ્ઞાનવાળા તો લઈ જાય, રિધર થાય, જિજ્ઞાસુઓ તો પામી જાય પણ પાશ્ચાત્ય વાતાવરણથી રંગાયેલા યુવકે પણ આવે–આકર્ષાઈને સાંભળે અને શ્રદ્ધાવિત થઈ જાય તેવી તેમની વ્યાખ્યાનશેલી છે. કેમકે તેવા તકે, તેવા પ્રશ્નો જે યુવકને વમળે ચઢાવે છે, તે મુનિશ્રી પિતે જ ઉપસ્થિત કરતા અને તેનાં સમાધાને પણ પોતે જ કરતા. એમને આ અનુભવ, પરહિતભાવનાવાળું તેઓશ્રીનું હૃદય રહેજે મસ્તક ડોલાવે છે. તમે જોયું છે કે-શ્રી દશવૈકાલિકનાં પ્રથમ બે જ ચરણ પર તેમનું આજે અઢી માસથી વ્યાખ્યાન ચાલે છે. ધરમને મંાઢ મુઘિાટું, હિંા સંગ તેવો” છતાં રોજ નવનવું જ તેઓશ્રીએ આપણને શ્રવણ કરાવ્યું છે. આ છે તેમનું જ્ઞાન, આ છે તેમનું સામર્થ્ય ! સાંભળનારને જરાય કંટાળે ન આવે એવી રીતે તો રજુ કરવાની તેમની આ છે વેગવંતી, રેચક અને પાચક લાક્ષણિક શૈલી ! !! પૂર્વભવનાં સંસ્કાર વિના આવું જ્ઞાન, આવું ચારિત્ર, આવું સામર્થ્ય વગેરે નથી સાંપડતાં. હવે તેઓશ્રીનાં જીવનમાં જરા ઉતરીએ. પિોતે એકલાએ પ્રવજ્યા લીધી છે એમ નથી પણ પત્ની, પુત્ર, પુત્રી તથા ભત્રીજાને પણ પ્રવજ્યાપ્રદાન કરેલ છે” આ વગેરે તેમણે તે ઘણું જ વક્તવ્ય કર્યું હતું બાકી મેં તે તેની રૂપરેખા વર્ણવી છે.
શ્રીમાન સદ્દગત શેઠશ્રી હરકીશનદાસભાઈ અને મારે આ બાબત ઘણી વખત ચર્ચા થતી, ત્યારે તેમનો એક જ સૂર હવે કે-“મહારાજ સાહેબ બહુજ જ્ઞાની છે, અને તેઓશ્રીનું લેજીકલ હેડ (તાકિ કે મગજ) કોઈ અજબ પ્રકારનું છે. ”
આવા પૂજ્ય વિશુદ્ધ ચારિત્રવંત અને અગાધ જ્ઞાનવંત મુનિરાજના હસ્તે પ્રસિદ્ધ થવા પામેલ આ ( શ્રી વંદિત્તસૂત્રરૂપ આવશ્યકસૂત્રની અપૂર્વ વૃત્તિનો) અનુવાદ, શ્રી જૈન સમાજને તેઓશ્રી તરફને અણમેલ વારસો છે. તેઓશ્રીના વરદ હસ્તે આવાં અદ્વિતીય અજોડ પ્રકાશનો સદા પ્રસિદ્ધ થતાં રહે, એ જ શુભેચ્છા. ૧૬૫ બજારગેટ સ્ટ્રીટ કેટ |
લી. શાસન સેવક, મુંબઈમાં. ૧, તા. ૩-૧૧-૧૯૫૨ 5
શંકરલાલ ડાહ્યાભાઈ કાપડીઆ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org