________________
શારદા સરિતા
મનુષ્ય અન્યાય, અનીતિ અને અધર્મ આદિ પાપ કર્મ કરીને ધન મેળવતી વખતે ધર્મકર્મને નેવે મૂકીને ધને પાર્જનમાં મસ્ત બને છે. પૈસા મળતા હોય તે ઉપાશ્રયે આવતાં બંધ થઈ જશે. તેમને થશે કે ઉપાશ્રયે હવે નહિ જઈએ તો ચાલશે. હવે મહાસતીજી ચાતુર્માસ આવી ગયાં છે હવે ક્યાં જવાનાં છે? સિંહ પાંજરામાં પૂરાઈ ગયા છે. હવે ચિંતા નહિ. ભાઈ! તમે આવે કે ન આવે, સાધુ તે એના સ્વાધ્યાયામાં મસ્ત રહેશે પણ તમારું શું થશે? સંતે તમને પૂછે કે તમે પૈસા કેવી રીતે કમાવ છે? તો કહેશે કે મહાસતીજી જેવા ઘરાક તેવા ભાવ. ભલે ને ભેળ ઘરાક મળી જાય તે અમારું કામ થઈ જાય. આ અન્યાય અને અનીતિનું ધન મેળવી તેને કુમતિથી અમૃતની જેમ ગ્રહણ કરીને આનંદ માને છો. પણ યાદ રાખજે, એવા ધનથી મળેલા સુખમાં તમને શાંતિ નહિ મળે. કદાચ અહીં તમે આનંદ માનશે પણ પરલોકમાં આનંદ ઓસરી જશે.
આનીતિનું ધન મેળવી આનંદભેર ઘેર ગયા. શ્રાવિકા પૂછે કે આજે તમારું મુખ ખૂબ આનંદિત દેખાય છે, ત્યારે કહેશે કે અરે! ચાર મહિનામાં ન મળે એટલું ધન" આજે કમાયો છું. એક દિવસમાં આટલો નફે થયું છે. પત્ની પૂછે કે કેવી રીતે કમાયા? ત્યારે કહે કે એ ધંધાની વાતમાં તું ન સમજે. કારણ કે તમે સમજે છે કે શ્રાવિકા એવી ધર્મિષ્ઠ છે કે હું વેજાની સાડી પહેરીશ, દાગીનાનો ત્યાગ કરીશ, સાદાં ભોજન જમીશ, બને તેટલા ઓછા ખર્ચે ઘર ચલાવીશ પણ મારે પતિ દુર્ગતિમાં જાય એવું ધન મારા ઘરમાં ન જોઈએ. એ ફરીફરીને પૂછે પણ પતિ કહે ધંધાની બાબત તમારે વિષય નથી એમ ગલ્લાતલ્લાં કરી વાતને તોડી નાખે. પણ વિચાર કરો એ પાપ જીવને કયાં લઈ જશે?
બ્રહ્મદત્ત ચક્રવર્તિ અને ચિત્ત મુનિ અને પૂર્વભવના ભાઈઓ હતા. ચિત્તમુનિએ અવધિજ્ઞાનથી જાણ્યું કે મારો ભાઈ ભેગના કાદવમાં ખેંચી ગયો છે. એને પિતાના ભાઈની દયા આવી અને ભોગના કાદવમાંથી બહાર કાઢવા સંત હાલી ચાલીને તેને સમજાવવા ઘેર આવ્યા. તેમને સંતે હાલી ચાલીને આવીને સમજાવે કે હે દેવાનુપ્રિય! આ સંસારના વિષય વિષ જેવા છે. ભોગ ભયાનક છે. ધનને અતિ લોભ દુર્ગતિમાં લઈ જનાર છે. એક દિવસ છોડીને જવાનું છે. માટે કંઈક સમજે. તે વખતે એમ ન માનતા કે સંતે નવરા છે. એમની પાસે તો એક ત્યાગની વાત છે. ભાઈ! અમે નવરા નથી. અમને દિવસ ટૂકે લાગે છે. દીક્ષા લીધાં આટલાં વર્ષો થયાં પણ એમ લાગે છે કે હજુ અમે કંઈ સાધના કરી નથી. પણ તમને એ સમજાતું નથી. બ્રહાદત્ત ચક્રવતિને ચિત્તમુનિએ સમજાવવામાં બાકી ન રાખ્યું પણ એ ન સમજ્યા. વિષયો પ્રત્યેથી વિરાગ ન કેળ તે મરીને નરકમાં ગયા. તે રીતે જીવાત્મા પાપકર્મ કરીને