________________
ગુજરાતને સુવર્ણ યુગ સોલંકી રાજાઓને સમય ગણાય છે. એ વખતે મહાન સિદ્ધરાજના એક ધર્મ શૂર મંત્રી સજને બારમી સદીમાં જુના મંદિરનું નિર્માણ કર્યું, પણ લાંબા કાળથી આ મહાન પ્રભાવિક પ્રભુપ્રતિમા તે અનેક ભક્તોનાં ઘરમાં, ભેંયરાઓમાં, વાડીઓમાં-અંધકાર કે પ્રકાશમાં જળવાતી રહી હતી, ને પૂજાનાં અર્થ સ્વીકાતી. રહી હતી. જગન્નાથજીની મૂર્તિની રક્ષા જેવી આ દેવમૂર્તિની શક્ષાને ઇતિહાસ માંચક છે. ભક્તિની પરાકાષ્ટા ને ભક્તોના સમર્પણની અનેક ગાથાઓ એમાં ગુંજે છે.
પ્રતિમા પ્રાચીન છે, આજનું મંદિર અર્વાચીન છે, વિ. સં. ૧૭૫૦ લગભગમાં એ બંધાયું ને જૂનું જીર્ણ દેસર છેડી અહીં પ્રભુમૂર્તિની પ્રતિષ્ઠા થઈ. છેલ્લા સમયમાં રાધનપુરનિવાસી જૈનેએ આ તીર્થનું રક્ષણ ને વ્યવસ્થા કરી છે. રાધનપુરના મસલિયા કુટુંબનું નામ હજુ પણ યાદ કરાય છે. રાધનપુરના નવાબેએ પણ તેમાં ઉદાર દિલે સહકાર આપે છે. શૈવ અને મુસ્લિમ રાજકર્તાઓએ આ સ્થાનને હમેશાં માનવતું લખ્યું છે, કોમી એકતા જાણે અહીં જમાનાઓથી સિદ્ધ થઈ છે.
છેલ્લાં ચર્યાશી જેટલાં વર્ષોથી અમદાવાદના શ્રેષ્ઠીઓ આ તીર્થને વહીવટ સંભાળી રહ્યા છે, અને ત્યારથી આ તીર્થને પ્રભાવને પ્રસિદ્ધિ ખૂબ વધ્યાં છે. શરૂઆતમાં શેઠજમનાભાઈ ભગુભાઈ આ તીર્થની વ્યવસ્થાપક કમિટીના પ્રથમ પ્રમુખ હતા. અને પંદરેક વર્ષ પૂર્વે સ્વર્ગસ્થ થયેલા શેઠ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org