________________
ધર્મશાળાએ નવાબશ્રી જલાલુદ્દીન ખાનજી સાહેબના મુબારક હાથે ખુલ્લી મુકાયેલી છે. આ ધર્મશાળાને ઉત્તર દિશા તરફના જાહેર રસ્તા તરફને આગલે ભાગ (મુખ્ય દરવાજે, દરવાજાની બન્ને તરફની એારડીઓની લાઈન અને તેના ઉપરના માળના ઓરડાઓ) અમદાવાદવાળા સ્વર્ગવાસી શેઠ વરચંદ દીપચંદ સી. આઈ. ઈ. જે. પી. ના સમરણાર્થે તેમની ધર્મપત્ની ડાહીબાઈએ સત્તર હજાર રૂપિયા આપીને કરાવેલ છે.
આ ધર્મશાળાને વહીવટ રાધનપુર (હાલ મુંબઈ) વાળા શેઠ મોતીલાલ મૂળજીની પેઢીના હાથમાં છે, પણ તેમણે તે વહીવટ કારખાનાની કમિટીને (શેઠ જીવણદાસ ગેડીદાસની પેઢીને) સેપી દેવો વાજબી છે. અન્ય મકાને
ગઢવાળી ધર્મશાળાના મુખ્ય દરવાજાથી અંદર પેસતાં જમણા હાથ તરફના ઓરડાઓમાં અને તેની પાસે, પીવા માટે કારેલ ગરમ પાણીની સગવડ રાખેલી છે. તેની પછી ખૂણામાં એક જૂની પિસાળ (પૌષધશાળા) હતી કે જે શંખેશ્વર ગામના શ્રાવકોને ઉપાશ્રય તરીકે ધર્મકાર્યો કરવા સારુ વાપરવા માટે આપવામાં આવેલ છે. આ ઉપાશ્રયની એક દીવાલના ગોખલામાં શ્રી મણિભદ્રવીરનું પ્રાચીન સ્થાન છે, તેથી આ પિસાળ તપાગચ્છની હશે એમ લાગે છે. તે પાડીને ત્યાં આગળના ભાગમાં શેઠ જીવણદાસ ગેડીદાસની. પેઢી (શ્રી શંખેશ્વર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક કાર્યાલય)ની બેઠકનું મકાન કર્યું છે, અને તેના ઉપર શ્રી હીરવિજય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org