________________
શિલાલેખોનું અવલોકન
સુરભી સરઈના લેખો બારમા પ્રકરણમાં ગૌચર જમીનની હકીક્તમાં લખ્યા પ્રમાણે શંખેશ્વર ગામની ઉત્તર દિશા તરફના ઝાંપા બહાર, ખારસેલ તળાવની પાસે, ગામ ખંડિયાના રસ્તા ઉપર આવેલ, અને હાલ જ્યાં શંખેશ્વરજીના કારખાનાની મંજૂરીથી ગામના ખેડૂતે ખળાં તૈયાર કરે છે, તે અને તેની આસપાસની જમીન ઊંટવાળિયા ખેતરની છે. આ ઊંટવાળિયું ખેતર અને તેની આસપાસની જમીન શ્રીશંખેશ્વર પાર્શ્વનાથના દેરાસરને અર્પણ કરીને ગૌચર માટે છૂટી મૂક્યાની હકીકતને જણાવતા સુરભીસરઈને પાંચ પથ્થરે ઉક્ત જમીનમાં છેટે છેટે ખોડેલા છે, તેમાંથી ત્રણ સરઈને લેખો મહામહેનતે વાંચી, તેને જેટલે ભાગ વંચાણે તેટલે ભાગ ઉતારી લઈને લેખાંક ૬૩, ૬૪, ૬૫માં આપેલ છે. બાકીની બે સરઈના લેખોના અક્ષરે સાવ ઘસાઈ ગયેલા હોવાથી વાંચી શકાયા નથી. તેમાં કઈ બીજા ખેતરને ગણ શંખેશ્વરજીને અર્પણ કરીને ગૌચર માટે છૂટું મૂક્યાને ઉલ્લેખ હોવાની સંભાવના છે.
આ સરઈના દરેક પથ્થરમાં સૌથી ઉપર સૂર્ય અને ચંદ્ર કતરેલ છે. તેની નીચે એક તરફ ધાવતા વાછડા શીખે ગાય અને બીજી તરફ સૂવર કોતરેલ છે. તેની નીચે લેખ છેદેલ છે. લેખના અક્ષરે ઘસાઈ ગયા છે, કેટલાક અક્ષર બેડિયા આપેલા છે અને આ પ્રદેશમાં તે સમયે એલાતી ભાષા-દેશી ભાષા તેમાં વાપરેલી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org