________________
શ ખેશ્વર ગામ
સલ્તનત દરમ્યાન આ ગામ રાધનપુર સ્ટેટના બાબી વંશના નવાબના તાબાનું ગામ હતું. મુંજપર મહાલમાં આવેલું હતું.
શંખેશ્વર ગામ ત્રણસે ઘરની એટલે કે બે હજારથી ઓછા માણસની વસ્તીવાળું ગામ છે. શંખેશ્વરનું નામ ભલે ઈતિહાસકારોએ ઈતિહાસને પાને ન ચડાવ્યું હોય, પરંતુ ઈતિહાસમાં જેમ પંચાસર સુપ્રસિદ્ધ છે તેમ શંખેશ્વર પણ સદીઓ પુરાણું ગામ છે. પંચાસરમાં ચાવડા વંશના જયશિખરીનું રાજ્ય હતું. તે સમયે પંચાસર ગુજરાતનું પાટનગર ગણાતું હતું.
પંચાસર અને શંખેશ્વરને કંઈ સીધો સંબંધ આપણને ઇતિહાસમાં મળતું નથી, પરંતુ તેને વિગતવાર અભ્યાસ કરતાં માલુમ પડે છે કે જયશિખરી ભુવડ સાથેના સંગ્રામમાં મશ અને ત્યાર બાદ તેના નિરાધાર પુત્ર વનરાજને અહીંના વણદ ગામમાં મહાન શ્રી શીલગુણસૂરિએ આશ્રય આપ્યો. આ મહાન જુવાનને સત્વશીલ સંત બનાવવાની ઈચ્છા હતી, છતાં એને ક્ષત્રિયોચિત રજસ સ્વભાવ પારખી દેશની સેવાની આશિષ આપીને પ્રસ્થાન કરાવ્યું. વનરાજના ઘેડા આ ભૂમિ પર દોડ્યા, ને નવું ગુજરાત રાજ્ય સ્થાપન કરવાનું બળ એને અહીંથી મળ્યું એમ કહેવાય.
વનરાજે પિતાનું વેર વાળી પાટણમાં રાજ્ય સ્થાપ્યું અને પંચાસરથી પાર્શ્વનાથની મૂર્તિ મંગાવી તેનું ત્યાં પ્રસ્થાપન કર્યું. તેથી હાલ પાટણમાં પાર્શ્વનાથ છે તે પંચાસરા પાર્શ્વનાથ” તરીકે ઓળખાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org