________________
૨૪.
ઉપગી પદ્યસાહિત્ય
જન્મક૯યાણ પિશ દશમી દિન, વિધિસહિત આપે જેહ, જરૂર સમાધિ મરણે જાતા, પરભવ સુધારે ભવિ તેહ; ઉઝ હીં પાશ્વનાથાય નમઃ”ના, અષ્ટોત્તરય જાપ પ્રભાત, અહર્નિશ ગણુતા જે ભવિજન, રોગ સેગ નાસે વ્યાઘાત. ૭ ઉર્યો અધબળતા પનગને, આખર સમય દઈ નવકાર, ઓગણું સત્તાણું વિક્રમમાં, જપવાને એ જગદાધાર: પ્રગટપ્રભાવી પાર્શ્વનાથ” ની બુકથી ઉદ્ધરતા એ નામ, મૂળનાયક વળા જિનમંદિર, કર્તા “દુર્લભદાસ” પ્રણામ. ૮
કવિ દુર્લભજી ગુલાબચંદ (વલભીપુર) શ્રી યશોવિજય જૈન ગ્રંથમાળા
સંસ્થા અને સ્થાપક શાન એ જીવનનું અમૃત છે, અને કેળવણી એ સંસારનું કલ્પવૃક્ષ છે. આ વૃક્ષનાં ત્રણ ફળો એ વિવેક, દર્શન અને ચારિત્ર્ય છે. આ અમર ફળોની સંસારને સંપ્રાપ્તિ થાય, એ માટે આપણા ઋષિ-મુનિઓ, આર્ષદ્રષ્ટાઓ ને યુગપ્રધાન પુરુષો સદા કાળથી પ્રયત્ન કરતા આવ્યા છે.
પિતાના પુરુષાર્થ દ્વારા અમર નામના મૂકી જનાર આવા યુગપ્રધાન પુરુષોમાં રવ. શાસ્ત્રવિશારદ આચાર્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરજીનું સ્થાન અગ્રગણ્ય છે. જ્ઞાન અને કેળવણીના સર્વાંગી વિકાસ માટે વિદ્ય ગ્રંથે, વિદ્યાલયે ને વિદ્યાર્થીઓ તૈયાર કરી સમાજ અને દેશને ચરણે મૂકવાની તેઓશ્રીની તમન્નાએ તેમને “નવયુગપ્રવર્તકનું બિરુદ અપાવ્યું હતું.
આ નવયુગના દ્રષ્ટા અને પ્રવર્તક આચાર્ય શ્રી વિજયધર્મસૂરિજી મહારાજ સૌરાષ્ટ્રની ભૂમિ રન હતા. તેઓની જન્મભૂમિ મહુવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org