________________
શખેશ્વર મહાતીથી આ સંસ્થા છ વર્ષ બનારસમાં રહી, ને સુંદર કાર્ય કર્યું. આ પછી વધુ સુવિધા માટે એને સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ ને સંસ્કારી શહેર ભાવનગરમાં લઈ જવામાં આવી. ભાવનગર એ સૌરાષ્ટ્રનું એક અનોખું શહેર છે, ને ત્યાંનું વાતાવરણ વિદ્યાસંસ્કારને એગ્ય છે. તેમજ એ શ્રી વિજયધર્મસૂરિના ગુરુ મહાન સંત શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજની સ્વર્ગવાસભૂમિ ને તેઓની દીક્ષાભૂમિ છે. અહીં આવ્યા પછી આ સંસ્થાએ જૈન ગ્રંથના પ્રકાશન ઉપરાંત જૈનેતર વિદ્વાનો ને યુરોપીય વિદ્વાનોમાં જૈનધર્મ અને તત્ત્વજ્ઞાનના પ્રચારમાં સારો એવો હિસ્સો આવે,
- આચાર્યશ્રીના સ્વર્ગવાસ પછી તેઓના સમર્થ શિષ્યએ આ સંસ્થાને યથાયોગ્ય માર્ગદર્શન અને મદદ આખા કરી; એમાંય શાંતમૂર્તિને નામે જાણીતા, ઈતિહાસવેત્તા અને “આબુના લેખક પૂ. મુ. શ્રી જયંતવિજયજી મહારાજ તથા તેમના સુગ્ય શિષ્ય શ્રી વિશાલવિજયજી મહારાજે આ સંસ્થાના વિકાસ માટે એનો પુનરુદ્ધાર કર્યો. અહીંથી આબુ રાણકપુર, શંખેશ્વર, સમેતશિખર વગેરે તીર્થોનાં, પુરાતત્વની દષ્ટિએ સુંદર પુસ્તક તૈયાર કરી સમાજને ભેટ ધર્યા; પણ દુર્ભાગ્યે મહામુનિ શ્રી. યંતવિજયજી મહારાજનું વિ. સં. ૨૦૦૫ના માગસર સુદ ૭ના રોજ વલભીપુર મુકામે અવસાન થયું. | મુનિશ્રી જયંતવિજયજી મહારાજે પિતાની હયાતીમાં જ સંસ્થાના બંધારણને વ્યવસ્થિત કરીને એનું સંચાલન એક બાહોશ કમિટીને સુપરત કર્યું હતું. ને ત્યારથી આજ સુધી એ ધરણે જ એનું સુચારુ સંચાલન થઈ રહ્યું છે
આ સંસ્થાએ એના સ્થાપકના નામથી સમાજના વિદ્વાનોના સન્માન માટે એક “શ્રી વિજયધર્મસૂરિ જૈન સાહિત્ય સુવર્ણચંદ્રકની પેજના કરી, જે હજી ચાલે છે; ને તેના દ્વારા પ્રજ્ઞાચક્ષુ પં. સુખલાલજી, સ્વ. શ્રી મોતીચંદભાઈ ગિરધરલાલ કાપડિયા, પંડિતવર્ય શ્રી બેચરદાસ છરાજ દોશી, મુનિશ્રી, જિનવિજયજી, આગમપ્રભાકર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org