________________
સંસ્થા અને સ્થાપક
૨૪૫
શ્રી વિજયધર્મસૂરિજીએ પિતાના જીવનકાળ દરમ્યાન શ્રી યશોવિજય જન સંસ્કૃત પાઠશાળા, બનારસ, શ્રી વિજયધર્મલક્ષ્મી જ્ઞાનમંદિર, આગ્રા, શ્રી વીરતવ પ્રકાશક મંડળ, શિવપુરી; શ્રી યશવિજયજી જૈન બાળાશ્રમ, મહુવા, શ્રી યશોવિજયજી જૈન ગુરુકુળ, પાલીતાણા ને શ્રી યશોવિજય જન ગ્રંથમાળા, ભાવનગર–એમ જ્ઞાનપ્રચારની પરબ સમી વિવિધ સંસ્થાઓ સ્થાપી હતી.
આચાર્ય શ્રી વિજયધર્મસુરિજીને આજથી લગભગ ત્રણ વર્ષ પહેલાં થયેલા આગમ, ન્યાય, વ્યાકરણ, દશ ને ફિલસુફીના પ્રકાંડ પંડિત ને મહાન સાધુ મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ તરફ અનન્ય ભક્તિ હતી; એટલે તેઓ વિદ્યા કે કેળવણીની જે સંસ્થા પિતે સ્થાપતા, તે સંસ્થાની સાથે પિતાનું નામ ન જોડતાં તેઓનું પુનામ મૂકતા.
એ પુરય નામથી અકિત આ ગ્રંથમાળાને જન્મ બનારસ ખાતે આજથી અડસઠ વર્ષ પહેલાં વિ. સં. ૧૯૬૪ની અક્ષય તૃતીયાએ આચાર્યશ્રીના વરદ હસ્તે થયે હતો. એ વખતે શ્રી યશોવિજય જન સંસ્કૃત પાઠશાળા પણ બનારસમાં ચાલતી હતી, અને પ્રાચીન જૈન
થેના પ્રકાશનના ક્ષેત્રે આ ગ્રંથમાળાની ઘણી જાહેરજલાલી પ્રવર્તતી હતી.
ગ્રંથમાળાની સ્થાપનાને હેતુ ગ્રંથપ્રકાશનને હત; કેમ કે જૈનાચાર્યોએ રચેલા ન્યાય, વ્યાકરણ, સાહિત્ય, તર્ક ને ભાષાના અનેક ગ્રંથે પ્રાચીન ભંડારોમાં મોજૂદ હતા, પણ પ્રકાશનની સગવડના અભાવે તેને ઉપયોગ થતો નહિ, ને જૈન વિદ્યાથીઓને પણ અભ્યાસ માટે બીજેથી સહાય મેળવવી પડતી હતી. વળી, જૈનેતર ને યુરોપીય વિદ્વાનોની જૈનધર્મ વિષે જાણવાની ઘણી ઉત્કંઠા રહેતી, પણ યોગ્ય પ્રકારનાં ને ભાષાનાં પુસ્તક ન મળવાથી તેઓ તેનાથી વંચિત રહેતા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org