________________
૨૨૫
રસ્તા ને આજુબાજુનાં ગામે ઈંટો કાઢતાં એક ભેંય નીકળ્યું, જેમાંથી ૧૫૦-૨૦૦ જિનમૂર્તિઓ, ૨૦૦-૩૦૦ પરિકર અને કાઉસગિયા વગેરે તથા દીવીએ, અંગઉડણાં, ઓરસિયા, સુખડ વગેરે નીકળ્યું. ત્યાર પછી અત્યારે વિદ્યમાન છે તે દેરાસર બંધાવવાનું શરૂ કરીને ત્રણ માળનું દેરાસર તૈયાર થતાં સં. ૧૯૦૫ના જેઠ વદિ ૮ને દિવસે પ્રતિષ્ઠા કરાવીને તેમાં ૫૪ મૂર્તિઓ બિરાજમાન કરી, બાકીની મૂર્તિઓ બહાર ગામમાં આપી અને પરિકરે તથા કાઉસગિયા વધ્યા હતા તે બધા કદંબગિરિમાં આપ્યા. આવું મોટું ભંયરું અને આટલી મૂર્તિઓ વગેરે નીકળ્યું તે ઉપરથી જણાય છે કે શંખલપુરમાં પહેલાં ભવ્ય દેરાસરે હશે. પરંતુ મુસલમાની રાજ્યકાળમાં લડાઈના ભયથી મૂર્તિઓ વગેરે ભેંયરામાં ભંડારી દીધું હશે, ખાસ યાત્રા કરવા યોગ્ય છે. બહુચરાજી સ્ટેશનથી શંખલપુર લગભગ બે માઈલ થાય છે.
ટુવડમાં દશા શ્રીમાળી શ્રાવકોનાં ઘર ૮, દેશસર ૧, ઉપાશ્રય ૨ છે. કુંવારદમાં શ્રાવકનાં ઘર ૪, દેશર ૧, ઉપાશ્રય ૧ છે. આ બંને ગામે નાનાં છે, પણ તેમાં દેરાસરે સારું છે. " [૫] પાટડી સ્ટેશનથી શંખેશ્વર ઉત્તર દિશામાં ૨૨ માઈલ થાય છે. પાટડીથી દસાડા-પંચાસર થઈને શંખેશ્વર જવાય છે.
પાટડી માહિતી માટે જુઓ પાન ૧૭૨
દસાડા કાઠિયાવાડમાં આવેલું ઈસ્લામ મલેક જાતિના દરબારોનું ઘણ ભાગીદારોવાળું એક નાનું સ્ટેટ હતું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org