________________
૨૩૩
ઉપયોગી પદ્ય-સાહિત્ય ત્રણે કાળ તે ધૂપ ઉખે, ઉપકારી શ્રી જિન સેવે; પછી તેહ વૈમાનિક થાવે, તેહ પ્રતિમા પણ તિહાં લાવે છે.
શંખેશ્વર૦ ૫ ઘણે કાલ પૂછ બહુમાને, વળી સૂરજ ચંદ્ર વિમાને; નાગલેકનાં કષ્ટ નિવાયાં જ્યારે પાર્શ્વ પ્રભુ પધાર્યા રે.
શંખેશ્વર૦ ૬ યદુ રીન્ય રહ્યો રણઘેરી, જિત્યા નહીં જાય રેરી; જરાસંધે જરા તવ મેલી, હરિ–બલ વિના સઘળે ફેલી છે.
શંખેશ્વર૦ ૭ નેમીશ્વર કી વિશાલી, અઠ્ઠમ કરે વનમાળી; તુઠી પદ્માવતી બાલી, આપે પ્રતિમા ઝાકઝમાલી રે.
શંખેશ્વર૦ ૮ પ્રભુ પાસની પ્રતિમા પૂછ, બળવંત જરા તવ ધ્રુજી છટકાવ હવણું જલ જેતી, જાદવની જરા જાય રોતી રે.
શંખેશ્વર૦ ૯ શંખ પૂરીને સૌને જગાવે, શંખેશ્વર ગામ વસાવે; મંદિરમાં પ્રભુજી પધરા, શંખેશ્વર નામ ધરાવે છે.
શંખેશ્વર૦ ૧૦ રહે જે જિનરાજ હજુર, સેવક મનવાંછિત પૂરે; એ ભેટણ પ્રભુજીને કાજે, શેઠ મોતીભાઈને રાજે રે.
શંખેશ્વર૦ ૧૧ નાના માણેક કેરા નંદ સંઘવી પ્રેમચંદ વીરચંદ રાજનગરથી સંઘ ચલાવે, ગામેગામના સંઘ મિલાવે રે.
શંખેશ્વર૦ ૧૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org