________________
શખેશ્વર ગામ
શંખેશ્વર ગામમાં જૈન વસ્તી
ખાસ શંખેશ્વર ગામના રહેવાસી શ્રાવક વાણિયાનાં અહીં અત્યારે સાત ઘર છે, તેમાં ૧૩ માણસ છે અને બે ઘર બહારગામથી અહીં રહેવા આવ્યાં છે, તેમાં ૮ માણસ છે, એટલે અત્યારે અહીં જૈનેનાં કુલ ૯ ઘર અને તેમાં ૨૧ માણસની સંખ્યા છે. તે બધાં વીશા શ્રીમાળી છે. તેમાં ગાંધી ન્યાલચંદ નથુભાઈ મુખ્ય છે.
મતલબ કે અહીં શ્રાવક વાણિયાની વસ્તી સાવ ઘટી ગઈ છે. આગળ કઈ જમાનામાં શંખેશ્વર તીર્થને વહીવટ, અહીંના શ્રાવકો જ કરતા હશે, જ્યારે અત્યારે અહીંના જૈનેની આવી સ્થિતિ છે, અને ગામની વસ્તી પણું ઘણી જ ઘટી ગઈ છે, તે પણ અહીં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનું તીર્થધામ હોવાથી અત્યારે શંખેશ્વર ગામ ૩૮૦ ઘરનું ગામડું હોવા છતાંય, બીજાં ગામની અપેક્ષાએ પૂર્વકાળની માફક તેની આબાદી સારી છે, કે સુખી છે, ખેતીવાડીની નીપજ સારી હોય છે અને વેપાર-વણજ પણ સારો છે. '
આ શંખેશ્વર ગામના મધ્ય ભાગમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના પશ્ચિમ સન્મુખ જૂના મંદિરનું એક વિશાળ ખંડિયેર ઊભું છે, અને ગામના પશ્ચિમ તરફના ઝાંપામાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનું તીર્થધામ આવેલું છે. તેમાં શ્રી પાર્શ્વ પ્રભુજીનું પૂર્વ સન્મુખ નવું મંદિર દેવવિમાન જેવું શેભી રહ્યું છે (તે. ૧૨૯).
ક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org