________________
२०६
શખેશ્વર મહાતીર્થ
(સિકકો) અલાહ, શાહજહાં બાદશાહ-ઈગાઝીને પુત્ર શાહ-ઈ-બુલંદ ઈકબાલ મુહમ્મદ દારા શુકેહ, ૧૦૬૬ હિ, ૩૦.
મુંજપુર પરગણાના અત્યારના અને ભવિષ્યના જાગીરદારે, જે રાજ્યની કૃપાદૃષ્ટિ ચાહતા હેય, તેમણે જાણવું જોઈએ કે, એ વાત અમારા નેક ખ્યાલ પર લાવવામાં આવી છે કે, પહેલાંના અમલદારો અને કચેરીએ જે સનદ આપી હતી તે મુજબ, ઉપર જણાવેલ પરગણામાંનું સંકહસરા (શંખેશ્વર) ગામ, લાંબા સમય સુધી, અમીરોમાં શ્રેષ્ઠ એવા શાંતિદાસ ઝવેરીને ૧,૦૫૦ રૂપિયામાં ઈજા થી આપવામાં આવેલું છે. અને ઉપર જણાવેલ શાંતિદાસ) એ ૨કમ અને જાગીરદારને હકક (એટલે કે ખાવાનું અનાજ) આગ્યે જાય છે તેથી સન્માનપૂર્વક આ શાહી હુકમ પ્રગટ કરવામાં આવે છે કે ઉપર જણાવેલ સનદેના અનુસંધાનમાં તેઓએ (જાગીરદારોએ) એ ગામને ઉપર જણાવેલ (શાંતિદાસ)ના કુલમુખત્યાર ઈજારા તરીકે ગણવું અને તેના નિયમમાં કઈ પણ ફેરફાર કે પરિવર્તન કરવું નહીં. ઉપર જણાવેલ શાંતિદાસની એ ફરજ છે કે કરારનામાની શરતે મુજબ એ ગામના સંબંધમાં જે જરૂરી રકમ જાગીરદારને આપવાની હોય તેની જવાબદારી અદા કરવાની સાથે સાથે તેણે એ ગામના રહેવાસીઓની સગવડ, કલ્યાણ અને ઉન્નતિને આગળ વધારવા માટે સબળ પ્રયત્નો કરવા જોઈએ. લખાયું–
બી–ઉલ-અવલ મહિનાના ૨૭મા દિવસે, ગાદીએ બેઠાના ૩૧મા શુભ વર્ષે, હિ. સ. ૧૦૬૮ (ડિસેંબર ૨૩, સન ૧૬૫૭).
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org