________________
શખેશ્વર મહાતીર્થ ખાલ તળાવની પાસે, ખંડિયા ગામના રસ્તા ઉપર, હાલમાં શંખેશ્વર કાર્યાલય (કારખાના)ની મંજૂરીથી ગામના ખેડૂતે જ્યાં ખળાં તૈયાર કરે છે, તે અને તેની પાસે જે પડતર જમીન છે તે ઊંટવાળિયા” ખેતરની છે. આ ઊંટવાળિયું નામનું મોટું ખેતર અને તેની આસપાસની જમીન, રાજ્યને કર ભરીને રાજ્યની મંજૂરીથી શેઠ ગણેશચંદ્ર શાંતિદાસ, ઝાલા અમરાજી, ઝાલા રામદાસજી અને ગામના મુખી, પટેલ વગેરેની સાક્ષીથી, ગામના લોકોએ મળીને, શંખેશ્વરજીના દેરાસરને અર્પણ કરીને વિ. સં. ૧૭રરના માઘ સુદિરને બુધવારે ગૌચર માટે છૂટી મૂકી છે.
મોટા વિસ્તારવાળી જમીનમાં છેટે છેટે “સરઈ'ના પાંચ પથ્થર ખેડેલા છે, તેમાંથી ત્રણ “સરઈ'ના લેખો મહામહેનતે વાંચી, જેટલો ભાગ વંચાણે તેટલો ભાગ ઉતારી લઈને, પહેલા પરિશિષ્ટમાં લેખાંક નં. ૬૩, ૬૪, ૬પમાં આપેલ છે. બાકીની બે સરઈના લેખના અક્ષરે સાવ ઘસાઈ ગયેલા હોવાથી વાંચી શકાયા નથી. તેમાં કોઈ બીજા ખેતરને પણ ગૌચર માટે છૂટું મૂકવાને ઉલેખ હેવાની સંભાવના થાય છે. ઉક્ત ત્રણે સરઈને લેખની નકલે શેઠ જીવણદાસ ગેડીદાસની પેઢી (કારખાના)માં પણ મોજૂદ છે. આ નકલે કારખાનાના કાર્યવાહકે એ રાધનપુર સ્ટેટના દફતરમાં કઈ કાર્ય પ્રસંગે સં. ૧૯૫૦ના ફાગણ માસમાં દાખલ કરેલ છે. આ ગૌચર જમીનની વિશેષ હકીકત જાણવા . માટે પરિશિષ્ટ ૧માં લેખાંક ૬૩, ૬૪ અને ૬૫ જુઓ..
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org