________________
શએશ્વર તીથની પંચતીર્થી
મહિના સુધી રોકાયા. સંધવીએ મેટા પાકા ચેતરા ઉપરની છે ગોડી પાર્શ્વનાથની ચરણપાદુકાવાળી આ દેરીને જીર્ણોદ્ધાર કરાવ્યું અને ગેડીજીને ખૂબ મહિમા વિસ્ત–વો. ઉક્ત પ્રસ્તિમાં આ સંઘનું બહુ જ વિસ્તારથી વર્ણન આપેલું છે. આવો સંધ વીસમી સદીમાં તે એક પણ નીકળ્યો નહીં હોય તેમ મને લાગે છે. મામેગામનાં તમામ દેરાસરોની પ્રતિમાઓને આભૂષણે ચડાવાતાં. અનેક મહારાજા અને મહારાણુઓ સંધના પાલ (તબુ)માં સંઘવી ભેટવા જતા હતા. તેમને સંઘવી હાથી, ઘોડા અને સુંદર પોષાકની ભેટ આપતા હતા. સધર્મ બંધુઓની ભક્તિ માટે તે કહેવું જ શું? તેમાં તે કોઈ વાતની ખામી જ નહોતી. હંમેશાં સધમવાત્સલ્ય, પ્રભાવના, લહેણી, પહેરામણી થયા જ કરતી હતી.
* ગોચનાથમાં વીશા શ્રીમાળી શ્રાવકનાં ત્રણ ઘર છે. દેરાસર નથી, ઉપાશ્રય ન થયું છે. રાધનપુરથી ગોચનાથ આવતાં ગોચનાથ પાસે જ બનાસ નદી ઊતરવી પડે છે. ચોમાસામાં વરસાદ થઈ ગયા પછી નદી ઊતરવી બહુ મુશ્કેલ થઈ પડે છે. માઘ મહિના સુધી થોડું પાણું વહેતું હોય છે.
* કનીજમાં શ્રાવકેના ઘર બે છે, દેરાસર કે ઉપાશ્રય નથી. અહીંથી નાયકા અને દૂધખા જતાં માર્ગમાં અધવચ્ચે કુમારિકા (સરસ્વતી) નદી આવે છે. તેમાં શિયાળા સુધી ડું ડું પાણી વહેતું રહે છે. કનીજથી નાયકા થઈને દૂધખા જવાથી બે માઈલ વધારે થાય, પરંતુ નાયકાના દેરાસરના દર્શનનો લાભ મળી શકે. નાયકામાં મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનનું ઘુમટબંધી દેરાસર ૧, ઉપાશ્રય અને દશા શ્રીમાળી શ્રાવકનાં ઘર ૯ છે. દેરાસરને જીર્ણોદ્ધાર નવેસરથી થયે છે.
# દૂધખામાં મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનનું શિખરબંધી દેરાસર ૧, ઉપાશ્રય ૧, ધર્મશાળા ૧ અને શ્રાવકનાં ઘર ૫ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org