________________
૧૭૨
શખેશ્વર મહાતીર્થ
પાટડી ગામ ઠીક છે. વેપારનું સામાન્ય મથક છે. અહીં શ્રાવકોનાં ઘર ૫૦, દેરાસર ૨ શિખરબંધી, ઉપાશ્રય ૩, જૈન પાઠશાળા અને કન્યાશાળા તથા પાંજરાપોળ વગેરે છે. યાત્રા કરવા લાયક છે.
પાટડીના, પુરુષને મોટા ઉપાશ્રયને આમૂલચૂલ જીર્ણોદ્ધાર થઈ ગયો છે. ઉપાશ્રય સુંદર કરાવ્યો છે. શ્રી શાંતિનાથજીનું દેરાસર નાનું પણ શિખરબંધી અને જુનું છે, તથા શ્રી પાર્શ્વનાથજીનું દેરાસર નવું છે, પરંતુ તે વિશાળ, સુંદર કેરણીવાળું અને ભવ્ય બનેલ છે. શેઠ હરખચંદ બહેચરદાસ જૈન પાઠશાળા અને શ્રાવિકા શાળા સારી ચાલે છે. જૈન સંઘનું “વાડી નામનું ધર્મશાળા તરીકેનું મોટું મકાન ૧, શ્રાવક મહાજનની પેઢી અને શ્રીમંધને પ્રાચીન જ્ઞાન ભંડાર છે. આ ગામ ઘણું પ્રાચીન છે. શ્રીનાભિનન્દને દ્ધાર' પ્ર. ૫. . ૨૪૨-૨૪૩માં આ ગામ શ્રીકૃષ્ણના સમયનું હેવાનું લખ્યું છે.
* ગુજરાત સ્ટેટ થયા પહેલાં કૈનાબાદ, મુસ્લિમ મલેક જાતિના દરબારનું એક નાનું સ્ટેટ હતું. ફેડરેશન વખતે તે ગાયકવાડની - હકુમત નીચે ગયું હતું. આ ગામનું નામ પહેલાં કલાડા હતું. તેનું નવું નામ નાબાર રાખ્યું છે. અહીં મૂ. ના. શ્રી પાર્શ્વનાથ પ્રભુનું મટબંધી દેરાસર ૧, ઉપાશ્રય ૧ અને વીશા શ્રીમાળી શ્રાવકોનાં ઘર ૭ છે.
* પંચાસરથી જ માઈલ અને દસાડાથી ૪ માઈલ દૂર વડગામ તીર્થ આવેલું છે. અહીં શ્રાવકેનાં ઘર ૪, ભવ્ય શિખરબંધી દેરાસર ૧, ઉપાશ્રય ૧ અને ધર્મશાળા ૧ છે. યાત્રાળુઓને માટે સગવડ છે. મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનની મૂર્તિ ચમત્કારિક મનાય છે. એવી દંતકથા છે કે, અહીં મૂળનાયકજી પાસે એક હજાર વરસથી અખંડ દીવો બળે છે. એટલે આ ગામ એથી પ્રાચીન હોવું જોઈએ. અહીને કોઈ વખતનો પૂજારી, દુષ્કાળ અથવા મરકી આદિ રોગચાળા વખતે પણ, સાચા દિલથી પૂજા કરતું હતું, તેથી તેને હંમેશાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org