________________
!
I
::
:
:ઃ હિસા*
SA
3
-
-
શ્રી શંખેશ્વરજીની પ્રદક્ષિણ ૧૬
જઘન્ય-લધુ પ્રદક્ષિણ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ નવા દેરાસરની, ધર્મશાળાની અંદર રહીને, દેરાસર ફરતી પ્રદક્ષિણા કરવી તે, અથવા તે નવું દેરાસર અને ધર્મશાળાના કંપાઉંડના ગઢની ફરતી બહારથી–રાજમાર્ગ પરથી–પ્રદક્ષિણા કરવી તે, લઘુ પ્રદક્ષિણા કહેવાય છે. પહેલી રીતથી પ્રદક્ષિણા કરવાથી બાવન જિનાલયની દેરીઓ સહિત આખા જિનમંદિરની પ્રદક્ષિણા થઈ જાય છે અને બીજી રીતથી પ્રદક્ષિણા કરવાથી, બાવન જિનાલય સહિત આખા દેરાસર અને ધર્મશાળાના સંપૂર્ણ - કંપાઉંડ ઉપરાંત શેઠ મોતીલાલા મૂળજીભાઈ હસ્તકની નવી ધર્મશાળા પણ તેમાં આવી જાય છે. તેમાંની પહેલી પ્રદક્ષિણાને “સ કદમી પ્રદક્ષિણા” અને બીજી રીતની પ્રદક્ષિણાને “પાંચસે કદમી પ્રદક્ષિણ” અથવા તે “ કેસી પ્રદક્ષિણ” એવું નામ આપી શકાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org