________________
શ્રી શએશ્વરજીની પ્રદક્ષિણા ગામની સ્પર્શના થશે. માટે આ પચ્ચીશ કોસી પ્રદક્ષિણાને લાભ અવશ્ય લેવા લાયક છે.
માહિતી
* આદરિયાણામાં મૂ. ના. શ્રી શાંતિનાથ પ્રભુનું શિખરબંધી દેરાસર 1 ગામના પ્રમાણમાં ઘણું સુંદર છે. ઉપાશ્રયે ૩, જૈન પાઠશાળા તથા જૈન કન્યાશાળા ૧ અને વીશા શ્રીમાળી શ્રાવકનાં ઘર ૩૦ છે. ગામ પ્રાચીન છે.
કલોલાડામાં મૂ. ના. શ્રી શાંતિનાથ ભગવાનનું એક દેરાસર છે. હાલ થોડાં વર્ષોમાં દેરાસરને જીર્ણોદ્ધાર થયો છે. મૂળનાયકજીની મૂર્તિ પ્રાચીન અને મનહર છે. ઉપાશ્રય ૧ અને શ્રાવકોનાં ઘર ૩ છે. વિ. સં. ૧૯૬૦ની સાલમાં અહીં શ્રાવકેનાં ૧૪–૧૫ ઘર હતાં. આ ગામ જૂનું છે. અહીંના શ્રાવકોએ મૂર્તિ ભરાવ્યાના શિલાલેખો મળ્યા છે.
ખીજડીયાળની માહિતી માટે જુઓ પાન ૧૬૮.
* ચંદ્રરાથવી (મેટી) નામનું ગામ શંખેશ્વરથી ઉત્તર દિશામાં છ માઈલની દૂરી પર આવેલું છે અને તે મોટી ચંદૂર અથવા “રાથવિચંદ્ર એ નામથી ઓળખાય છે. અહીં હાલમાં, આશરે બસો વર્ષોમાં બનેલું શિખરબંધી એક ભવ્ય દેરાસર અને તેની પાસે એક જ ઉપાશ્રય છે. બીજો એક ઉપાશ્રય ગામમાં છે તે મકાન નાનું અને કાચું (માટીનું) છે. આ ગામમાં હાલમાં શ્રાવકના ફક્ત બે જ ઘર છે. વિ. સં. ૧૮૦૨માં આ દેરાસરનો પાયે નંખાય ત્યારે અહીં શ્રાવકોનાં ૬૦ ઘર હતાં. આ દેરાસર થયું તે પહેલાં અહીં ઘરદેરાસર હતું, એમ લેકે કહે છે.
અહીં મૂ. ના. શ્રી ચંદ્રપ્રભુ ભગવાન છે. મૂળનાયકજીની મૂર્તિ થી ૧૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org