________________
શએશ્વર મહાતીર્થ હેય એમ લાગે છે. ત્યાર પછી આ દેરીને સમયે સમયે જીર્ણોદ્ધાર થયે હેય એ સંભવિત છે.
જૈન સાહિત્ય સંશોધક, ભા. ૧, અંક બીજામાં તથા શ્રીયુત પૂરણચંદ્રજી નાહરને જેસલમેરના શિલાલેખસંગ્રહમાં લેખક ૨૫૩૦, પ્રશસ્તિ નં. ૧માં લખ્યું છે કે, જેસલમેરનિવાસી
ખરતરગચ્છીય, બાફણગોત્રીય, શા. ગુમાનચંદજીના પુત્ર રા. બાદરમલજી વગેરે પાંચ ભાઈઓએ જેસલમેર, ઉદયપુર અને કોટાથી જબરદસ્ત સંઘ કાઢ્યો હતો. તે સંધ પાલીથી સં. ૧૮૯૧ના માઘ સુદિ ૧૩ના રોજ રવાના થઈ. શત્રુંજય-ગિરિનાર આદિ અનેક તીર્થોની યાત્રા કરીને શંખેશ્વરજી થઈને અષાડ માસમાં રાધનપુર આવ્યા હતા. ભીલેટી દરવાજા બહાર સંઘે પડાવ નાખ્યો હતો. આ સંઘ સિદ્ધાચલજી ગયેલ ત્યારે ત્યાં અઢી લાખ યાત્રાળુઓ ભેગા થયા હતા. આ સંધ બહુ જ મોટો હતે. તેમાં હજારો માણસે, હજારો ગાડ, હજારે સવારો, હજારે ઊ ટો, હજારો ચોકીદારો, અનેક હાથીઓ, અનેક પાલખીઓ, અનેક માના, અનેક રથ વગેરે બહુ સામગ્રી હતી.
(આ અરસામાં જ ગોડીજીની મૂર્તિ રાધનપુરમાં પ્રગટ થઇ હશે એમ જણાય છે.) આ સંધ રાધનપુર આવેલ એ જ વખતે એક અંગ્રેજ પણ શ્રી ગોડીજીનાં દર્શન કરવા માટે રાધનપુર આવેલ. રાધનપુરમાં એ વખતે પાણીની બહુ જ ખેંચ હતી. શ્રી ગેડીજીના પ્રભાવથી ગેવાઉ નામની નદી નવી નીકળી. હહેતું પાણી પૂરતા પ્રમાણમાં મળવાથી સંઘમાં અને ગામમાં બધાને શાંતિ થઈ. સંઘવીએ શ્રી ગોડી પાર્શ્વ પ્રભુની મૂર્તિને હાથીની અંબાડીમાં પધરાવીને અત્યંત ધામધૂમથી મોટો વરઘોડો કાઢી, તે વરઘોડાને લાગલગાટ સાત દિવસ સુધી રાધનપુરમાં ફેરવીને, તમામ મનુષ્યને ગોડીજીનાં દર્શન કરાવ્યા. તે વખતે વરઘોડામાં પ્રભુજીના વધારાના સાડા ત્રણ લાખ રૂપિયા આવ્યા. જમણવારો ધણું જ થયા. અહીં અંધ સવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org