________________
શખવર તથા પંચતીર્થ
- ૧૬૯ * પંચાસર રાધનપુર સ્ટેટનું ઘણું પ્રાચીન ઐતિહાસિક ગામ છે. અહીં હાલમાં વીશા શ્રીમાળી શ્રાવકના ઘર ૧૯, દેરાસર ૧, ઉપાશ્રય ૨ વગેરે છે. ગામના પશ્ચિમ તરફના ઝાંપામાં એક જૂનું જૈન દેરાસર જીર્ણ દશામાં ખાલી ઊભું છે. આ દેરાસર પણ અર્વાચીન છે. પાટણમાં પંચાસર પાર્શ્વનાથ પ્રભુનું જિનાલય છે, તે મૂર્તિ પંચાસરના ભંગ વખતે અહીંથી લઈ જઈને બિરાજમાન કરવામાં આવી હતી.
પંચાસર, ગુજરપતિ ચાત્કટ (ચાવડા) જયશિખરીની રાજધાની હેઈ ઘણું પ્રાચીન ગામ છે. કજોજના ચૌલુક્ય (સોલંકી) ભુવડથી પંચાસર ભાંગ્યું અને તે યુદ્ધમાં જયશિખરી મરા. (ત્યાર પછી તેના પુત્ર વનરાજે વિ. સં. ૮૦૨ થી ૮૨૨ સુધીમાં પાટણ વસાવ્યું) જૂના પંચાસરની નજીકમાં જ આ નવું પંચાસર વસ્યું છે. ગામની બહાર ટેકરા–ટીંબા ઘણું છે. જેમાસામાં જૂના પંચાસરના અવશેષ દેખાય છે.
પંચાસરમાં હાલમાં મૂળનાયક શ્રી મહાવીરસ્વામી છે અને શ્રી મહાવીર જૈન પુસ્તકાલય છે. તપાગચ્છાધિપતિ શ્રીમાન સુમતિસાધુસૂરિજીએ, શ્રીમાળી પાતુએ કરેલા મહેસવપૂર્વક, શ્રીમાન હેમવિમલસૂરિજીને વિ. સં. ૧૫૪૮માં આચાર્યપદવી પંચાસરમાં આપી હતી. પંચાસરનિવાસી કેઈ શ્રાવકે ધાતુની ચાવીશી કરાવી છે, જે શંખેશ્વરજીના નવા મંદિરમાં અત્યારે મોજુદ છે. આ મૂર્તિના પરિકરને ઉપરનો ભાગ ખંડિત થઈ ગયેલે છે, તેથી કરાવનારનું નામ તથા સંવત જાણવામાં આવેલ નથી. પરંતુ આ મૂર્તિની પ્રતિષ્ઠા બ્રહ્માણગરના શ્રી મુનિચંદ્રસૂરિજીએ કરી છે. તેથી આ મૂર્તિ પંદરમી સદીના ઉત્તરાર્ધમાં બની હેય તેમ લાગે છે.
* દસાડા પ્રાચીન ગામ છે. “શ્રી વિજયકુંવર-પ્રબંધની એક હસ્તલિખિત પ્રતિ વિ. સં. ૧૭૩૪માં કાર્તિક સુદ ૩ શુક્રવારે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org