________________
૧૬૪
શંખેશ્વર મહાતીર્થ શ્રીમાન પુણ્યસાગરસૂરિશિષ્ય ઉપાધ્યાય શ્રી જ્ઞાનસાગર ગણીએ વિ. સં. ૧૮૨૧માં રચેલ “તીર્થમાળા સ્તવન’માં લખ્યું છે કે રાધનપુરમાં તે વખતે ૧૨ જિનાલયે હતાં તથા તે વખતે રાધનપુરમાં (૧) શેઠ હરખચંદ (૨) મસાલિયા જીવણ, (૩) શેઠ ગેડ વગેરે સંધમાં આગેવાને. અને (૪) બુદ્ધિશાળીઓમાં અગ્રેસર શાહજી ગુણચંદ તેમ જ, (૫) વ્રતધારીઓમાં અગ્રેસર સની હીરાચંદ વગેરે હતા.
(શ્રી જૈન સત્યપ્રકાશ, ક્રમાંક ૯૭–૯૮
પૃષ્ઠ ૩૪-૩૫. ઢાળ ૯, કડી ૧, ૧૩, ૧૭.) અંચલગચ્છીય બૃહત પદાવલી, ભાષાન્તર પૃ. ૧૨લ્માં લખ્યું છે કે રાધનપુરમાં શ્રી જયસંઘસૂરિજીએ વિ. સં. ૧૧૪૬ના પિષ સુદિ ૩ને દિવસે દુહને દીક્ષા આપીને તેમનું નામ આર્ય રક્ષિત આપ્યું (આ સંવતમાં કદાચ ફરક હશે. અથવા તે તે સંવતમાં રાધનપુર વસેલું નહતું, પરંતુ તે સ્થાને પહેલાં જે ગામ હશે ત્યાં આ બનાવ બન્યું હશે એમ લાગે છે.)
વિ. સં. ૧૭૨૧માં રાધનપુરમાં જેટલા મંદિરે હતાં, તે બધામાં મળીને કુલ ૪૦૦ જિનમૂર્તિઓ હતી.
અહીં ગામ બહાર વરખડીનું દેરાસર છે, તેમાં શ્રી ગોડીપા પ્રભુની પાદુકા સહિત દેરી છે. આ સ્થાન ઘણું જ પ્રાચીન, ચમત્કારિક અને પ્રાભાવિક છે.
પં. શ્રી રૂપવિજયજી કવિવરના પ્રશિષ્ય મુનિ નેમવિજયજીએ વિ. સં. ૧૮૭૭ના ભાદરવા સુદિ ૧૩ના રોજ રચીને પૂર્ણ કરેલ શ્રી ગેડી પાર્શ્વનાથના તથા મેધાકાજળના ઢાળિયામાં લખ્યું છે કે (હાલ સિંધ-વૈદ્રાબાદ જિલ્લામાં આવેલ) થરપાકર તાલુકાના ભુદેસર ગામમાં કાજળશાહ અને મેઘે શાહ રહેતા હતા. એક વખતે કાજળશાહે પિતાના બનેવી મેવાશાહને પિતાના ભાગમાં વ્યાપાર કરવા માટે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org