________________
ખેશ્વર તીથની પંચતીથી
૧૬૫
ઘણું કરિયાણું આપીને ગુજરાતના પાટણ શહેર તરફ મેકલ્ય.
ત્યાં કય-વિક્રય કરી ઘણો લાભ મેળવી, નવું કરિયાણું લઈ સ્વદેશ તરફ જવાની તૈયારી કરતાં, શાસનદેવે આપેલા સ્વપ્નના આધારે એક મુસલમાન પાસેથી પાંચસો રૂપિયામાં શ્રી ગેડી પાર્શ્વનાથની મૂર્તિ ખરીદી લઈ તેને એક ઊંટ ઉપર રૂની વરકી બેરા)માં સંભાળપૂર્વક મૂકીને સાથે લઈ પ્રયાણ કર્યું. માર્ગમાં રાધનપુર ગામના ભીલેટી દરવાજા બહાર ઉપર્યુક્ત સ્થાન પાસે મુકામ કર્યો. સ્ટેટના દાણું દાણ લેવા માટે આવી ઊટોની ગણતરી કરવા લાગ્યા. વારંવાર ગણતરી કરવા છતાં સરખી સંખ્યા આવે જ નહીં. એછી –વધુ થયા કરે. દાણી અને અમલદારો હેરાન થઈ ગયા. આ ચમત્કાર શ્રી ગેડીજીની મૂર્તિ છે, એમ જણને સૌ લેકેને ઘણું જ આશ્ચર્ય થયું. સ્ટેટે દાણ માફ કર્યું. જૈન-જૈન તમામ ધર્મ અને અઢારે વર્ણના લોકે પ્રભુજીનાં દર્શન કરી ઘણું જ આનંદિત થમા. જે વરખડી (પીલુડી)ના વૃક્ષ નીચે પ્રભુજીને પધરાવીને સૌને દર્શન કરાવ્યાં હતાં, એ જ સ્થળે મેટો ચોતરે બંધાવી તેના ઉપર દેરી કરાવી તેમાં શ્રી ગેડી પાર્શ્વનાથની ચરણપાદુકા પધરાવી, તેની શુભ મુહૂર્વે રાધનપુરના સાથે પ્રતિષ્ઠા કરાવી. મેઘાશાહ ત્યાંથી જલદી જલદી પ્રયાણ કરી સ્વગામ ભુદેસર પહોંચ્યા. રસ્તામાં જ્યાં જયાં મુકામ કર્યા હતા ત્યાં ત્યાં, એવા એવા અનેક ચમત્કારો થવાથી તે દરેક સ્થળે, ગોડીજીનાં પગલાંની સ્થાપના થઈ છે. ભુદેસરમાં ભાગ વહેંચતાં તે મૂર્તિ કાજળશાહે માધાશાને તેના ભાગમાં આપી. તેમણે ૧૨ વર્ષ સુધી ત્યાં પૂછ. પછી શાસનદેવના સ્વપન અનુસાર જંગલમાં સં. ૧૪૩૨માં ગેડીપુર ગામ વસાવી, ત્યાં ભવ્ય જિનાલય બંધાવી, તેમાં ઉક્ત શ્રી ગોડી પાર્શ્વનાથની મૂર્તિ પધરાવીને તેની પ્રતિષ્ઠા વિ. સં. ૧૪૪૪માં કરાવી. આ ઉપરથી રાધનપુરમાં ઉક્ત ચમત્કાર સં. ૧૪૨૦ની આસપાસમાં બન્યું હેઈ અને એ જ અરસામાં ચરણપાદુકાની સ્થાપના થયેલ હેઈ, આ સ્થાન એટલું પ્રાચીન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org