________________
૧૪૮
શંખેશ્વર મહાતીથર આ મેળામાં ઘણી વાર જન કેમનું પાંચ-પાંચ હજાર માણસ એકઠું થાય છે. આગળના સમયમાં તે કરતાંય વધારે માણસ એકઠું થતું હશે એમ જણાય છે. કેમ કે, આ મેળા પ્રસંગે પહેલાં નવકારશી-સાધર્મિક વાત્સલ્યમાં શીર, દાળ અને શેષવા-ઝાલર (ચણ-વાલનું) જમણું થતું. તે વખતે ગઢવાળી-હાલ નવી થયેલી ધર્મશાળાના ચેકમાં વચ્ચે એક ઠેકાણે જમીનમાં ખાડે છેદીને કુંડની પેઠે તેને ચૂનાબંધ ચણું લઈને પાકી કલઈ કરેલ છે, તેની અંદર શીરે તૈયાર કરીને ભઠ્ઠા અને એ જ ધર્મશાળાની ઓશરીના કિનારે ૨-૩ ઘડીએ-માટીની કેડીઓ ચૂનાથી ચણે લીધી હતી તેમાં શેષવા-ઝાલરનું શાક તૈયાર કરીને ભરતા તથા મેટાં રંગાડાંઓમાં દાળ રાંધીને ત્યાં–ચેકમાં મૂકી રાખતા, અને લેકે જમવા બેસે ત્યારે પીરસના એમાંથી લઈ લઈ ને પીરસતા. મતલબ કે પીરસનારાઓને શીરે વગેરે કઈ પણ ચીજ કેઈ આગેવાનોના અંકુશ હેઠળથી લાવવી પડે એવું નહતું. પીરસનારાઓ સ્વતઃ એ સ્થળેથી લાવી–લાવીને પીરસતા. પણ આગળના લેકે ભદ્રિક હેવા સાથે, કોઈનું બૂરું કરવામાં રાજી નહાતા; માલ વધારે લઈ લઈને પડતું મૂકીને બગાડ કરતા નહતા. પૈસા ખર્ચનારાઓને યશ મળે તેમાં તેઓ રાજી રહેતા. (આજકાલ જે આ પ્રમાણે માલ છૂટ મૂકી દીધું હોય તે લેકે માલને ઘણું જ બગાડ કરે. ખાય થોડું ને બગાડે ઝાઝું, અને પાછળના માણસને કદાચ ભૂખ્યા રહેવાને સમય પણ આવે).
(૨) કાર્તકી પૂનમના મેળામાં સાધુ-સાધ્વીઓ તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org