________________
વહીવટ અને વ્યવસ્થા કેટલાક સિપાઈએ મળી સાઠ માણસે કાયમ ખાતે રાખવામાં આવે છે. આમાંથી જેને જે જે કામ કમિટીએ. અથવા મુખ્ય મુનીએ સેપ્યું હોય છે, તે તે કામ તેઓ બજાવે છે. તેમાં જરૂર પ્રમાણે અવારનવાર ફેરબદલી પણ, થયા કરે છે. પેઢીનું નામ
આ સ્થાનિક પેઢીનું નામ શેઠ જીવણદાસ ગેડીદાસ રાખવામાં આવ્યું છે. આ નામ ક્યારથી ચાલુ થયું છે તે ચોક્કસ જાણવામાં આવ્યું નથી. પરંતુ ઉપર્યુક્ત સં. ૧૮૬૮ના (લે. ન. ૧૧ વાળા) શિલાલેખમાં જણાવ્યા પ્રમાણે રાધનપુરના રહેવાસી શાહ જીવણદાસ ગોડીદાસે પિતાની જાદેખરેખથી, જયપુરના એક ગૃહ આપેલા પાંચ હજાર રૂપિયાથી, આ નવા દેરાસરને જીર્ણોદ્ધાર-ફૂટ્યા તૂટ્યા કામની મરામત તથા જરૂરી નવું કામ કરાવ્યું હતું. આ ઉપરથી જણાય છે કે ઉક્ત શાહ જીવણદાસ ગેડીદાસ આ તીર્થની સેવા માટે હંમેશાં રસ લેતા હશે-જાતભેગ આપતા હશે, અને કદાચ તેમણે મસ્તી વખતે પોતાની બધી મિલતક, અથવા તે મિલકતને મોટો ભાગ, આ તીર્થને અર્પણ કર્યો હશે, તેથી શ્રી સંઘે મળીને સ્થાનિક પેઢી સાથે તેમનું નામ જોડી દીધું હશે. ત્યારથી એ નામ આજ સુધી બરાબર ચાલ્યું આવે છે. સગવડ
અહીં આવનારા સંઘ, યાત્રળુ છે તથા સાધુ સાધ્વીએને સર્વ પ્રકારની સગવડ છે; કોઈ પણ પ્રકારે અગવડ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org