________________
૧પ૦
વહીવટ અને વ્યવસ્થા આવક-ખર્ચ
. આ તીર્થમાં દેરાસર ખાતે અને સાધારણ ખાતે વાર્ષિક આવક તથા ખર્ચ કેટલું થાય છે તે માટે અમે શંખેશ્વર તીર્થની સ્થાનિક પિઢીને પુછાવ્યું હતું, પરંતુ આ પ્રશ્નને જવાબ આપવાનું તેમની સત્તાની બહાર હેઈ, તેમણે કંઈ પણ ખુલાસે નહીં આપવાથી, મેં અમદાવાદની હેડ ઑફિસને પત્ર લખીને પુછાવ્યું હતું. પરંતુ સત્તાવાર વિગત પુસતકમાં પ્રગટ નહીં કરવાની ઈચ્છાથી કે ગમે તે કારણથી, તેમણે આ માટે કંઈ પણ ખુલાસે આપ્યું નથી. પરંતુ મેં પ્રયાસ કરીને બીજે ઠેકાણેથી તેને ખુલાસે મેળવ્યું છે. જો કે તે સત્તાવાર ખુલાસો નથી, છતાં તે ઉપરથી અનુમાનથી ઘેણું બાંધી શકાય ખરું. તે ખુલાસો નીચે પ્રમાણે છે:
આ તીર્થમાં દેરાસર, સાધારણ વગેરે દરેક ખાતામાં થઈને એકંદર સરેરાશ વાર્ષિક આવક ત્રણેક લાખ રૂપિયાની થાય છે, જ્યારે બધાં ખાતાનું મળીને વાર્ષિક સરેરાશ ખર્ચ સવાથી દેઢ લાખ રૂપિયાનું છે, અને વાર્ષિક દોઢ લાખની કિંમતનાં આરસનાં પાટિયાં આ તીર્થ તરફથી અન્ય ગામનાં દેરાસરાને અપાય છે. એટલે આવક અને ખર્ચને સરવાળો લગભગ સરખો જ થઈ જાય છે.
દેશસર ખાતે ખર્ચ કરતાં ડી આવક વધારે થાય છે, પણ તે બંધ કરવાની જરૂર નથી, કારણ કે, અહીંથી સાધન-સામગ્રી વિનાનાં ઘણાં ગામનાં દેરાસરને આરસનાં પાટિયાની સહાયતા કરવામાં આવે છે. વળી શંખેશ્વરની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org