________________
૧૪૦
શંખેશ્વર મહાતીર્થ સૂરીશ્વરજી જૈન પુસ્તકાલય” હતું. પરંતુ એ મકાન જીર્ણ થઈ ગયેલ હેઈ હાલમાં તેને પાડી નાખ્યું છે. તે ઠેકાણે પેઢી અને પુસ્તકાલય માટે નવું મકાન બંધાવવાનું કામ હવે પછી ચાલુ કરવાના છે. જૈન ઉપાશ્રય
તેની પાસેથી વંડાવાળી નવી ધર્મશાળામાં જતાં જમણું હાથ તરફ શ્રાવકેને ધર્મક્રિયાઓ કરવા માટે જૈન ઉપાશ્રયનું સુંદર મકાન હાલમાં જ નવું તૈયાર થયું છે, તેથી મુનિરાજને અલાયદા ઊતરવાની તથા શ્રાવકેને ધર્મક્રિયાઓ કરવાની સગવડ સારી થઈ છે. જૈન પુસ્તકાલય
યાત્રાળુઓની સગવડતા ખાતર, ફુરસદના સમયમાં યાત્રાળુઓ પુસ્તકવાચનને લાભ લઈ શકે તેટલા માટે, અહીં સવ. શ્રીમાન વિજયનીતિસૂરીશ્વરજી મહારાજના સદુપદેશથી સં. ૧૯૮૫માં “શ્રી હીરવિજયસૂરીશ્વરજી જૈન પુસ્તકાલય સ્થાપન થયેલું છે. તેમાં પુસ્તકને સારે સંગ્રહ છે, અને થોડાક જૈન માસિક વગેરે છાપાં પણ આવે છે. પરંતુ યાત્રાળુઓ આ પુસ્તકાલયને જોઈએ તે લાભ લેતા નથી, માટે પુસ્તકાલયની સુવ્યવસ્થા થવાની તથા યાત્રાળુઓએ તેને સારી રીતે લાભ લેવાની જરૂર છે. પહેલાં કારખાનાની જુની ઑફિસના મકાનના મેડા ઉપર આ પુસ્તકાલય રાખ્યું હતું. પરંતુ ઑફિસનું જૂનું મકાન પાડી નાંખવાથી હાલમાં એક ઓરડામાં પુસ્તકોના કબાટો રાખેલા છે. ઑફિસનું નવું મકાન બનશે ત્યારે સગવડતાવાળા મકાનમાં શીઘ્રતાથી પુરતકાલયને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org