________________
ધર્મશાળાઓ
૧૩૭ આની અંદર પાણીનું ટાંકું હોવાથી આ “ટાંકાવાળી ધર્મશાળા કહેવાય છે. દેરાસરમાં પ્રક્ષાલ વગેરે દરેક કાર્ય માટે આ ટાંકાનું જ પાણી વપરાય છે, અને તે બાર માસ બરાબર પહોંચે છે. સખ્ત દુકાળવાળા વરસમાં કદાચ ૪-૬ મહિના બહારથી પાણી લાવવું પડે છે. આ ધર્મશાળાની અંદર જવાના રસ્તાનાં બારણાં નાનાં-બારીઓ જેવાં છે. તેનું એક બારણું જૂના દેરાસર તરફ જવાના રાજમાર્ગ ઉપર પડે છે. તે બારણાની બહારની ડાબી બાજુની - દીવાલમાં સં. ૧૮૩૬નો લેખ છે. (લેખ નં. ૫૯), અને બીજુ બારણું નગારખાનાની નીચેની ડેલીની પાસે પડે છે, તેમાંથી નવા દેશસરના કંપાઉંડમાં જવાય છે. આ બારણમાથી અંદર જતાં, બારણાની ઉપરની ભીંતમાં વિ. સં. ૧૮૫૪ને લેખ છે. (જુઓ લેખ નં. ૬). આ બંને લેખો પરથી જણાય છે કે, આ ધર્મશાળા સમસ્ત સંઘે રાજય પાસેથી જમીન અઘાટ વેચાણ લઈને રાધનપુરના સંઘની દેખરેખથી કરાવી છે. તેમાં દેખરેખ રાખનારા પાંચ શ્રાવકોનાં તથા મુનીમ, સલાટ વગેરેનાં પણ નામો આપેલાં છે.
(૪) નવા દેરાસરના મુખ્ય દરવાજાની બરાબર સામેના ભાગમાં એક પાકું દલાણું (ઓશરી) બનેલ છે. તેની અંદર એારડાઓ બનેલા છે. આ મકાન પણ પથ્થરનું -પાકું બનેલ છે. આમાંના એક ઓરડાનું એક બારણું જાહેર રસ્તા ઉપર પડે છે. તે એરડાની બંને તરફનાં બારણાંની બારશાખ અને ઉંબરા જોતાં તેમાં નવું દેરાસર થયા પહેલાં પ્રભુજીને પધરાવ્યા હશે એમ એક્કસ જણાય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org