________________
૧૩૬.
શંખેશ્વર મહાતીર્થ લઈને વિ. સં. ૧૮૬૭માં તે રસ્તે બંને તરફથી બંધ કરીને નગારખાનાની નીચે ખડકી–મોટી ડેલી મૂકીને તેના ઉપર વિ. સં. ૧૮૬૭માં નગારખાનું બંધાવ્યું, જ્યાં હંમેશાં કાયમ ખાતે ચેઘડિયાં વાગે છે, અને બજારના રસ્તા ઉપર મોટો દરવાજો મૂકી કંપાઉંડને પાકો કબજે કરી લીધે. કંપાઉંડના આ દરવાજાની અંદર બંને તરફ દલા (ઓશરી) બનેલાં છે, જેમાં ચેકીદારો-સિપાઈઓ બેસે છે અને ત્યાં ચોકીદારે રાતદિવસ ઘડિયાળના ડંકા વગાડે છે.
આ આખા કંપાઉંડની ફરતે મજબૂત કિલે છે, તેને પણ લગભગ આ દેરાસરની સાથે સાથે બાંધવાને શરૂ કરીને વિ. સં. ૧૮૬૭માં નવી જમીન ખરીદ્યા પછી વિ. સં. ૧૮૭૪માં આ કેટને પૂરો કર્યો હશે એમ જણાય છે, કેમ કે, દક્ષિણ દિશા તરફના ગઢના, પંચાસરવાળાની ધર્મશાળ પૂરી થાય છે તેની પાસેના, કઠાના બહારની–રાજમાર્ગ તરફની દીવાલમાં “સં. ૧૮૭૪ના માગશર સુદિ ૨ એ પ્રમાણે ખોદેલ છે. બેરિંગવાળી ધર્મશાળામાં ૨૪ ડબલ રૂમ, ૧૩ બાથરૂમ સાથે રૂમ ને ૯ સાદા રૂમ છે. ૪ હોલ છે.
(૩) નવા દેસરની સામેની લાઈનમાં ખૂણામાં (નગારખાનાની બાજુમાં, “ટાંકાવાળી ધર્મશાળા આવેલી છે. નીચી ખડકીમાં થઈને અંદર જવાય છે. આ ધર્મશાળા પથ્થરની પાકી–મજબૂત બનેલી છે. બીજી ધર્મશાળાઓ કરતાં આ સૌથી જૂની હોય તેમ લાગે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org