________________
२४
ત્યાંની બધી માહિતી પૂરી પાડતું હોવાથી સહાયક થશે જ, પરંતુ આ પુસ્તકને ઘેર બેઠાં બેઠાં વાંચનારાઓને પણ શ્રી શંખેશ્વરજીની યાત્રાને આનંદ થોડેઘણે અંશે તે જરૂર મળશે જ. આ રીતે આ પુસ્તક જૈન-અજૈન સમાજને થોડેઘણે અંશે પણ ઉપયોગી થશે, તે હું મારા પરિશ્રમ સફળ થયો માનીશ. ધન્યવાદ
આ પુસ્તકના મેટરને સુંદર રીતે ગોઠવવામાં, પ્રસંશોધનમાં અને પુસ્તકને દરેક રીતે આકર્ષક બનાવવાના કાર્યમાં પૂર્ણ સહકાર આપનાર સામા (હાલ અમદાવાદ) નિવાસી ન્યાતીર્થ તભૂષણ પં. રતિલાલ દીપચંદ દેસાઈને, ભંડાર અને ગ્રંથમાંથી કૃતિઓ તથા ઉતારા મેળવવામાં સહાય કરનાર મુનિ વિશાલવિજયજીને, ઘણુ ગ્રંથના કર્તા તથા તેને રચનાકાળ મેળવવામાં સહાય કરનાર પંડિતવ લાલચંદ ભગવાનદાસ ગાંધીને, શુદ્ધિપત્રક બનાવી આપનાર લેગડી (ભાવનગર રટેટ) નિવાસી વ્યાકરણતીર્થ પંડિત અમૃતલાલ તારાચંદને, મૂ. ના. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુજીના એક જ જાતના બે અલભ્ય જૂના ફેટા મેળવી આપનાર રાધનપુરનિવાસી શ્રીયુત જેશીંગલાલ નેમચંદ ધામીને, સેવાભાવે શ્રી પંચતીથીને નકશો બનાવી આપનાર વળાનિવાસી ભાવનગર સ્ટેટના એન્જિનિયર શ્રીયુત મહેતા શાંતિલાલ ગંભીરચંદ રાયચંદને, જે જે ભંડારોની હસ્તપ્રતિઓ પરથી કૃતિઓ ઉતારીને આમાં આપવામાં આવી છે, તે ગ્રંથના કર્તા, સંગ્રાહકે, સંપાદકે અને પ્રકાશકોને, તેમ જ આ પુસ્તકને અંગે શ્રી શંખેશ્વરજીમાં દરેક બાબતોની માહિતી મેળવવામાં મદદ આપનારા અને આ પુસ્તક લખાતું હતું તે દરમ્યાન વખતોવખત જે જે બાબતેના ખુલાસા પૂછવામાં આવતા તેના વિગતવાર ચીવટથી જવાબ આપનારા શ્રી શંખેશ્વરજી કારખાનાના હાલના મુખ્ય મુનીમ વસાવાળા શા. બાલાભાઈ જોઈતાદાસ, દેશી સરૂપચંદ મોમાયા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org