________________
શએશ્વર મહાતીર્થ શંખેશ્વર તીર્થ પર વિશેષ ભક્તિ હોવાના કારણે તેઓશ્રીએ શ્રી શંખેશ્વર પાર્શ્વપ્રભુનાં દર્શન કર્યા પછી જ પારણું કરવાને દઢ અભિગ્રહ કર્યો. શંખેશ્વરજીના ધ્યાનથી નિર્વિદને તપ પૂરું થતાં સંઘ સાથે (ઘણું કરીને પાટણને સંઘ હશે) તેઓશ્રી શંખેશ્વરની યાત્રાએ જવા નીકળ્યા.
વૃદ્ધાવસ્થા અને મોટી તપસ્યાથી આચાર્યશ્રીનું શરીર અતિ દુર્બલ થઈ ગયું હોવાથી અને તે વખતે તાપ સખત પડતે હેવાથી તેઓશ્રી એક ઝાડ નીચે વિશ્રાંતિ લેવા બેઠા, ત્યાં જ તેઓશ્રીનું આયુષ્ય પૂર્ણ લઈ જવાથી શંખેશ્વરજીના ધ્યાનમાં ને ધ્યાનમાં જ કાળધર્મ (મૃત્યુ) પામવાથી, તેઓ આસન્નભવીનજીકમાં જ મેક્ષગામી હોવા છતાં, વ્યંતરદેવપણે ઉત્પન્ન થયા, શંખેશ્વર તીર્થના અધિષ્ઠાયક દેવ થયા. (સ્તોત્ર ૧૮–૧૯).
આ સિવાય નાગરાજ ધરણેન્દ્ર અને પદ્માવતી દેવી આ તીર્થની નિત્ય સેવા કરે છે, હમેશાં સાંનિધ્યમાં રહે છે, પરચા પૂરે છે, ભક્તોનાં વિદને દૂર કરે છે. પર્વના દિવસોમાં તેઓ પૂજન કરે છે અને તેમણે આ તીર્થને મહિમા ઘણે વધાર્યો છે વગેરે વગેરે તે ઘણાં તેત્ર-સ્તવનાદિમાં લખ્યું છે. તેમાંનાં કેટલાંકમાં સાથે પાર્શ્વયક્ષનું પણ નામ આપેલું છે.
આ પ્રમાણે અધિષ્ઠાયક દેવે જે તીર્થના સાંનિધ્યમાં શત-દિવસ રહેતા હોય તે તીથ અધિક મહિમાવંતું હોય તેમાં કંઈ આશ્ચર્ય નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org