________________
શંખેશ્વર મહાતી પ૧–પરની વચ્ચેના ખૂણામાં પાદુકાની દેરી ૧ અને દરવાજા પાસે ખૂણામાં પદ્માવતી દેવીની નાનકડી દેરી ૧ મળીને કુલ ૫૭ દેરીએ છે.
મૂળ ગભારા ઉપર અને ગૂઢમંડપની બંને બાજુના અને ગભારા ઉપર એમ ત્રણ શિખર બનેલાં છે. તેમાં મૂળ ગભારા ઉપરનું શિખર સૌથી ઊંચું છે. ભમતીના ગભાશ અને દેરીઓ ઉપર મળીને કુલ ૫૯ શિખરો બનેલાં છે. તેમાં દેરીઓ ઉપરનાં શિખરે કરતાં ભમતીના ગભારાનાં ત્રણ શિખરે જરા ઊંચાં છે, પણ તે મૂળ ગભાશ ઉપરના શિખર કરતાં જરા નીચાં છે. ગૂઢમંડપ અને તેની પછીના જૂના સભામંડપ ઉપર ઘુંમટને બદલે જુદા જુદા પ્રાચીન અને બેઠા ઘાટનાં શિખર છે. નવે સભામંડપ અને શંગારકીઓ વગેરે ઉપર ઘુમટો બનેલા છે.
ભમતીની દેરી એની પાછળની લાઈનની વચ્ચે ગભારે બે ખંડવાળો છે.
દરેક ગભારા અને દેરીઓ ઉપર શિખર છે. તેમ જ ભમતીના દરેક ગભાશ અને દેરીઓની એાસરીની છત ઉપર એક એક શિખર પાસે એક એક ઘુંમટ છે, તથા ગૂઢમંડપની બંને બાજુના બંને ગભારાનાં શિખરે પાસે એક એક ઘુંમટ છે. | મુખ્ય દરવાજા (શંગારકી)ની અંદરની ત્રણ રીએ અને બહારની ચાર ચેદીએના ઉપર સળંગ મળ કરેલ છે, અર્થાત તેના ઉપર મકાન છે, અને તે મકાનની છાઅગાસી ઉપર ઘુંમટ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org