________________
૧૩૨
શંખેશ્વર મહાતીર્થ યાત્રીઓ આવતા, પણ હવે તે રસ્તા તેમ જ સગવડે વધવાથી બારે માસ યાત્રિકોનો પ્રવાહ જોવા મળે છે.
એક ગણતરી મુજબ (વિ. સં. ૧૦૧૧) આઠ મહિનામાં અઢી લાખ યાત્રિકે આ તીર્થને લાભ લે છે. સરેરાશ ત્રણથી ચારસે યાત્રીઓ આવે છે ને જાય છે. એમાંય પિષ વદ દશમે (ભગવાનની વર્ષગાંઠને દિવસે) પાંચથી સાત હજાર માણસે, કારતક સુદ પૂનમે પંદરસોથી બે હજાર યાત્રિકે, ચૈત્રી પૂનમે સાતથી આઠ હજાર યાત્રિકો ને બેસતા વર્ષે બારસેથી પંદરસે ભાવિકે દર્શનને લાભ લે છે. આ સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે, ને ભારતભરમાં આ તીર્થની ખ્યાતિ થતાં સંખ્યાનો નિશ્ચિત આંક આજે આપ અશક્ય થયે છે.
યાત્રિકો અને પ્રવાસીઓની વધતી જતી સંખ્યાને સમાવવા માટે અહીં ધર્મશાળાઓ અનેક છે. આજના યુગ પ્રમાણે એમાં નવી નવી સગવડ ઊભી કરવામાં આવે છે, ને જીર્ણ થયેલી ધર્મશાળાઓને ઉદ્ધાર પણ કરવામાં આવે છે. - હાલમાં નાની-મોટી મળીને કુલ છ જૈન ધર્મશાળાએ છે, જેનાં નામ-ઠામ નીચે મુજબ છેઃ
(૧) બેરિંગવાળી ધર્મશાળા’ દેરાસરની ઉત્તરે આવેલી છે. પહેલાં આ ધર્મશાળા ગઢશાળી ધર્મશાળાના નામથી ઓળખાતી છેલ્લા દશ વર્ષમાં જુની ધર્મશાળા ઉપર મેડે બંધાવી નવા ખંડ જાત્રાળુઓની સગવડ માટે બંધાવ્યા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org