________________
શંખેશ્વર મહાતીર્થ . (૮) રાધનપુરનિવાસી શાહ હરગોવિંદદાસ ઉત્તમચંદ તરફથી રાધનપુરથી શ્રી શંખેશ્વરજીને મોટો સંઘ વિ. સં. ૧૭૬ના ફાગણ વદિ ૧ને દિવસે ધામધૂમથી નીકળે હતે. તેમાં આશરે દોઢસે ગાડાં હતાં. રાધનપુરથી નીકળી શંખેશ્વસ્તીથની યાત્રા કરી પાછા રાધનપુર પહોંચતાં સુધીનું તમામ ગાડાંઓનું ભાડું પણ તેમણે આપ્યું હતું. શંખેશ્વરમાં રસ્તાનાં ગામોમાં તથા રાધનપુરમાંથી નીકળતાં અને પિસતાં પણ તેમણે નકારશીએ કરી હતી. શંખેશ્વરમાં મહેસપૂર્વક તેમણે અષ્ટોત્તરી સ્નાત્ર ભણાવ્યું હતું. રાધનપુરથી શંખેશ્વરના બીજા સામાન્ય સંઘે ઘણા નીકળે છે, તેમાં ત્રણથી પાંચ હજારનું ખર્ચ થાય છે, જ્યારે આ સંઘમાં ૧૯ થી ૨૦ હજાર રૂપિયાનું ખર્ચ થયું હતું. મુનિરાજે
(૧) તપાગચ્છનાયક શ્રીમાન હીરવિજયસૂરીશ્વરજી મહારાજ, શ્રી વિજયસેનસૂરીશ્વરજી મહારાજ, શ્રી વિજયદેવસૂરીશ્વરજી મહારાજ અને શ્રી વિજયપ્રભસૂરીશ્વરજી મહારાજ વગેરે પરિવાર સહિત આ તીર્થની યાત્રાએ અનેક વાર પધાર્યા હતા.
(૨) ઉપર્યુક્ત શ્રીમાન વિજયસેનસૂરીશ્વરજી મહારાજ પરિવાર સાથે વિ. સં. ૧૬૫૮માં પાટણથી યાત્રાર્થે અહીં પધાર્યા હતા. અહીંથી વિહાર કરી ગિરનાર વગેરેની યાત્રા કરીને નવીનનગર (જામનગર)માં ચોમાસુ કરીને પાછા સં. ૧૬૫માં અહીંની યાત્રા કરીને તેઓશ્રીએ અમદાવાદ જઈને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org