________________
શંખેશ્વર મહાતીર્થ ઉપદેશથી, શ્રી સંઘના આગેવાના પ્રયાસથી યા તે કવિવર ઉપાધ્યાય શ્રી ઉદયરત્નજીએ કરેલી સ્તુતિથી થયેલા ચમત્કાર પછી તેમના ઉપદેશથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની મૂર્તિ શ્રીસંઘને સેવવામાં આવી હોય તેમ જણાય છે.
તે વખતે મૂળનાયકની આ મૂર્તિને શ્રીસંઘ, નવા દેરાસરની સામે સિપાઈઓને રહેવાનાં મકાને છે, તેમાંનાં મુખ્ય ઓરડાનું બારણું નવા દેરાસરના કંપાઉંડના મુખ્ય દરવાજા બહાર, બજારના રસ્તા ઉપર પડે છે તેમાં, પણદાખલ વિ. સં. ૧૭૫૦ની આસપાસમાં પધરાવી હશે. ત્યાં કેટલોક વખત સુધી પૂજાયા બાદ નવું (વર્તમાન) મનહર દેરાસર તૈયાર થતાં તેમાં પ્રભુને પધરાવવામાં આવ્યા હશે, જે હજુ સુધી ભવ્ય જીવેથી ત્યાં પૂજાય છે અને ભક્તોના મનને પૂર્ણ કરે છે.
આ વર્તમાન-નવું દેરાસર પાંચમા ઉદ્ધાર તરીકેનું સમજવાનું છે.
ઉપર્યુક્ત પાંચ જીર્ણોદ્ધાર ઉપરાંત, “અંચલગચ્છીય બૃહત્ પટ્ટાવલી” ભાષાન્તર પૃ. ૮૭માં, સં. ૧૨૫માં થયેલા રીડાના પુત્ર જીવા શાહે શંખેશ્વરજીના જિનપ્રાસાદનો જીર્ણોદ્ધાર કરાવ્યાનું અને “ગુજરાતનાં ઐતિહાસિક સાધન”, વિભાગ ૧-૨માં મેનાજી ગાંધારિયે નામના વાણિયાએ નવ લાખ રૂપિયા ખર્ચીને શંખેશ્વરજીનું દેવાલય બંધાવ્યાનું લખ્યું છે. પરંતુ આને માટે બીજા કોઈ ગ્રંથ કે શિલાલેખોનું પ્રમાણ મળેલું નહીં હોવાથી, તેમ જ સંવત માટે પાકી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org