________________
યાત્રા વૈશાખ વદ ૪ને દિવસે આનંદથી કરી હતી.
(૭) શ્રીમાન પુણ્યસાગરસૂરિશિષ્ય ઉપાધ્યાય શ્રી જ્ઞાનસાગરજી ગણુએ વિ. સં. ૧૮૭૧માં રચેલ “તીર્થમાલા સ્તવન (શ્રી જૈન સત્ય પ્રકાશ, ક્રમાંક ૯૭-૯૮)માં લખ્યું છે કે, ઉપર્યુક્ત આચાર્ય, ઉપાધ્યાય, મુનિરાજે, યતિવયે વગેરે સાથે સુરતથી સંઘવી ફતેચંદના ભત્રીજા સંઘવી તારાચંદે વિ. સં. ૧૮૨૧માં શ્રી શત્રુંજય મહાતીર્થને જબરદસ્ત સંઘ કાળ્યો હતે. આ સંઘ શ્રી શત્રુંજય ગિરિરાજની તથા રસ્તામાં આવતાં અને આસપાસનાં નાનાંમોટાં અનેક તીર્થોની યાત્રા કરીને પાટણ થઈને શંખેશ્વર આવ્યું હતું. અહીં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની ઘણી જ ધામધૂમથી યાત્રાપૂજા વગેરે કરીને અહીંથી સંઘ રાધનપુર થઈને શ્રી ગેડી પાર્શ્વનાથની યાત્રા કરવા માટે ‘સેઈ' ગામ ગયે હતે. ત્યને ઠાકર જેસાજી યાત્રાળુઓ પાસેથી મુંડકું લેતે હતે. મેટો સંઘ જાણીને તેણે ખૂબ ધન માગ્યું. સમાધાન ન થયું, તેથી સંઘ ત્યાં વરખડી (પીલુડી)ના વૃક્ષ નીચે સ્થાપેલ શ્રી ગોડી પાર્શ્વનાથની ચરણપાદુકાનાં દર્શન કરીને સોઈ ગામથી પાછા વળે. ચાર ગાઉ દૂર જઈને સંઘે મુકામ કર્યો. આટલું ધન મળતું હતું તે પણ ગયું, એમ સમજીને ઠા. જેસાજી ત્યાં આવીને સંઘવીને મીઠી મીઠી વાતે કરીને સંઘને પાછો સેઈ ગામ લઈ ગયે. પણ ત્યાં ઠા. જેસાજી પાછા ફરી બેઠે; સંઘને શ્રી ગોડી પાર્શ્વનાથની મૂર્તિનાં દર્શન કરવા ન દીધાં.
સંઘ નિરાશ થઈ ગયે. સંઘે તે દિવસે ત્યાં જ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org