________________
પ્રભાવ-માહાસ્ય
(૬) બીકાનેર શ્રીયુત પૂરણચંદ્રજી નાહર સંગ્રહિત શિલાલેખ સંગ્રહમાં લખ્યું છે કે, “બીકાનેરમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનું એક મંદિર વિદ્યમાન છે.”
(૭) સીહાર, “પ્રશસ્તિ-સંગ્રહ, ભાગ ૨, પૃ. ૨૫૪માં લખ્યું છે કે, “પં. શ્રી હેમવિજયજી ગણીએ વિ. સં. ૧૭૪રના ચૈત્ર સુદિ ૩ ને સેમવારે સહેરમાં શ્રીલેશ્વરાન્ચના પ્રવાત શ્રી વિકમસેન રાસ” લખીને પૂર્ણ કર્યો.” * આ ઉપરથી સહેર (સૌરાષ્ટ્ર)માં વિ. સં. ૧૭૪૨માં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનું દેરાસર હોય એમ જણાય છે.
વિશેષમાં તપાસ કરવાથી જ્યાં શ્રી શંખેશ્વર પાર્થ નાથનાં દેરાસરે, મૂર્તિઓ કે પાદુકા બિરાજમાન થયેલ હોય એવાં બીજાં ઘણાં સ્થાને મળી શકે.
તેમ જ પ્રગટપ્રભાવી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના પ્રભાવથી લેકેની તેમના ઉપર વિશેષ ભક્તિ અને શ્રદ્ધા હાઈ લોકોમાં તેમનાં જુદાં જુદાં નામોની પણ પ્રસિદ્ધિ થઈ છે.
શ્રદ્ધાવાળા ભક્તો માને છે કે શ્રી શંખેશ્વર પાર્શ્વ પ્રભુ હમેશાં ત્રણ રૂપ કરે છે પ્રભાતે કુમારાવસ્થાનું, મધ્યાહૂને યુવાવસ્થાનું અને સાયંકાળે વૃદ્ધાવસ્થાનું અને એને લઈને જ ઘણા લેકે પ્રભુજીને “બહુરૂપી' કહે છે; તેમ જ સાજે ઘડિયાં વાગતાં હેય, દીવાબત્તી થઈ હાય, ધૂપ ઉવેખાતે હોય અને પ્રભુજીની આંગી પણ સુંદર બનેલી હોય તેવે વખતે ઘણે ભાગે વધારે લોકે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org