________________
શરણાગs
આ વાત (સંસારીષણમાં ઝીંઝૂવાડાના વતની) મુનિરાજ શ્રી ભાનુવિજયજી પાસેથી સાંભળીને લખી છે.
(૬) આચાર્ય શ્રી મતિસાગરસૂરિજી અને શ્રીમાન ૫. માનસાગરજી આદિ મુનિરાજે સં. ૧૯૬ની સાલનું
માસુ પાટણ પાસે આવેલ ચાણસ્મા ગામમાં રહ્યા હતા. ત્યાં તેમના વ્યાખ્યાનમાં ચાણસ્માની નજીકના ગામડાનો રહીશ એક જૈન પાટીદાર આવારનવાર વ્યાખ્યાન સાંભળવા આવતું હતું. તે વખતે તેમણે વ્યાખ્યાનમાં પ્રસંગોપાત્ત શ્રી શંખેશ્વર પાર્શ્વનાથના પ્રભાવનું વર્ણન કર્યું હતું. ચેમાસુ પૂર્ણ થયા પછી તેઓ સર્વ વિહાર કરતાં કરતાં માઘ માસમાં હારીજ પધાર્યા હતા.
આ તરફથી પેલા પાટીદારને ઘેર એ અરસામાં તેને કઈ સગા-સંબંધી મહેમાન તરીકે આવ્યું હતું. તેની અને આંખોમાં આવેલા મેતિયા પાકી ગયેલા હોવાથી તે કંઈ પણ દેખી શક્તિ નહેતે, તેમ જ તેની આંખોમાં કંઈ રેગ હોવાથી ડોકટરોએ તેને મોતિયા નહીં જ ઊતરી શકે એમ સ્પષ્ટ જણાવી દીધેલ હોવાથી તે ઘણે દુઃખી અને ચિંતાતુર હતે.
ઘરધણી પાટીદારે તેને આશ્વાસન આપતાં શ્રી શંખેશ્વર તીર્થના પ્રભાવની વાત કરી, તેથી બન્ને જણની શ્રી શંખેશ્વર તીર્થની યાત્રા કરવાની ભાવના થવાથી તેઓ શંખેશ્વરજી ગયા. ત્યાં શ્રદ્ધા અને ભક્તિપૂર્વક શ્રી પાર્શ્વનાથ પ્રભુની યાત્રા-સેવા-પૂજા કરીને તેઓ ખૂબ ખુશી થયા. પહેલાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org