________________
પ્રભાવ માહાચ કરેલી છે અને કેટલાંક સ્તોત્રમાં બંને બાબતે છે. પરંતુ લગભગ તે દરેક સ્તોત્રોમાં થોડે ઘણે અંશે સ્તુતિ તે અવશ્ય કરેલી છે જ.
( આ પ્રમાણે મુનિવગે ગ્રંથ-ઑત્રાદિ રચીને, યાત્રા કરીને તથા યાત્રા-જીર્ણોદ્ધાર વગેરે કાર્યો માટે ઉપદેશ આપીને આ તીર્થની ભક્તિ કરી છે, જ્યારે ગ્રહસ્થવર્ગો આ તીર્થના જીર્ણોદ્ધાર કરીને, યાત્રાસંઘે કાઢીને, યાત્રાએ કરીને, આ તીર્થને અંગે દ્રવ્ય ખર્ચીને તન-મન-ધનથી આ તીર્થની ભક્તિ કરી છે. આ બધું તીર્થની પ્રભાવિક્તા વિના ન જ બની શકે. આ બધા ઉપરથી આ તીર્થને પ્રભાવ–માહાસ્ય દુનિયામાં કેટલે પ્રસરેલો હશે તે સહજમાં સમજી શકાય તેમ છે.
શ્રી શંખેશ્વર પાર્શ્વપ્રભુનું માહાસ્ય દુનિયામાં વિશેષ વિસ્તાર પામ્યું છે તેને નીચેની વાત પણ સંપૂર્ણ પુષ્ટિ આપે છે. - જેમ ગોડીજી પાર્શ્વ પ્રભુનાં દેરાસરે, મૂર્તિઓ, પાદુકાઓ ગામેગામ-ઘણું ગામમાં છે, તેમ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનાં પણ દેવાલયે, મૂર્તિઓ અને પાદુકાઓ બીજા ઘણાં ગામમાં હેવાનું સાંભળ્યું છે. તેમાંથી જેને માટે ગ્રંથમાંથી ઉલેખે મળ્યા છે અથવા તે જેને માટે પાકી ખાતરી છે તેવા ૨-૪ દાખલા અહીં આપવા ઉચિત સમજું છું. - (૧) કચ્છ-ભદ્રેસર. શ્રી સર્વાનંદસૂરિવિરચિત જગડૂ ચરિત” મહાકાવ્ય સર્ચ ૬, કલેક પ૭માં લખ્યું છે કે થી ૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org