________________
કાલીદાર, શા. જીવરામ વખતચંદ અગી કારકુન અને પલાંસવા (કચ્છ-વાગડ)વાળા શા. અદેસંગ મંગળજી વાસણ–ગદડા કારકુન તેમ જ હરકોઈ રીતે પણ આમાં મદદ આપનારા બીજા સજજનેને ધન્યવાદ આપવાનું ભારે ભૂલવું ન જોઈએ. ચિત્રસંપુટ
આ પુસ્તકમાં શંખેશ્વરના જિનમંદિરનાં જુદાં જુદાં સુંદર ચિત્રો આપ્યાં છે, તેની સાથે શ્રી મૂળનાયકજી ભગવાનનું સુંદર ચિત્ર આપવાની ઘણી જ ઈચ્છા હતી. પણ શ્રી જેશીંગલાલ ધામી પાસેથી મળેલ જાના ફેટા ઉપરથી સારો બ્લોક બની શકે એમ ન હોવાથી અને ખેશ્વર તીર્થની પેઢીવાળાને તથા અમદાવાદની કમિટીને પુછાવવા છતાં નવો ફોટો લેવાની રજા ન મળવાથી એ ઈચ્છા જતી કરવી પડી છે.
અંતે–પૂજયપાદ મારા દાદાગુરુ અને પૂજ્યપાદ મારા ગુરુવર્ષની અસીમ કૃપાથી આ પુસ્તકને પૂર્ણ કરીને હું જૈન સમાજ સમક્ષ રજૂ કરવા ભાગ્યશાળી થયો છું. તેમનાં ચરણોને વારંવાર નમન કરતા અને શ્રી શંખેશ્વરજી સંબંધી તથા બીજા તીર્થો સંબંધી પણુ આથી સુંદરતમ સાહિત્ય તૈયાર કરીને પ્રગટ કરાવવાનું સામર્થ્ય અપે એવી તે પૂજે પાસે પ્રાર્થના કરતે હું મારું વક્તવ્ય અહીં જ સમાપ્ત કરું છું.
૩૪ શાંતિઃ શાંતિઃ શાંતિઃ વલભીપુર વળા (કાઠિયાવાડ)
વૃદ્ધિ-ધર્મ-ચરણોપાસક જ્ઞાનપંચમી. વર સં. ૨૪૬૮, ધર્મ સં. ૨૦ મુનિ જયંતવિજય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org