________________
E
શમેશ્વર મહાતીર્થં
નામના શ્રાવકે પેાતાને સંસારમાં કેટલા કાળ સુધી ભ્રમણ કરવાનું બાકી છે, તે જાણવાની ઈચ્છાથી પૂછ્યું :
“હે ભગવન્! મારી મુક્તિ કયારે અને કોના સમચમાં થશે?”
દયાળુ પ્રભુએ ઉત્તર આપ્યા: “આવતી ચેાવીશીમાં, ચેાથા આરામાં, ત્રેવીશમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ પ્રભુ થશે. તેમના તમે આ ઘાષ નામના ગણધર થઈ ને એ જ ભવમાં મેાક્ષે જશે.”
આ વાત સાંભળીને અત્યંત ખુશ થયેલા આષાઢી શ્રાવકે ભાવી ત્રેવીસમા તીર્થકર શ્રી પાર્શ્વનાથ પ્રભુ પેાતાના ખાસ ઉપકારી થશે એમ સમજીને તેમની સુંદર મનેાહર પ્રતિમા નવી તૈયાર કરાવી અને આ માટે બધાવેલા જિનાલયમાં શુભ મુહુતૅ પ્રતિષ્ઠિત કરાવીને પોતે હમેશાં તેમની ભક્તિપૂર્વીક ત્રિકાળ પૂજા કરવા માંડી.
કાળાન્તરે તેમણે, વૈરાગ્ય ઉત્પન્ન થવાથી, ગૃહસ્થાશ્રમ છેડી ચારિત્ર લીધું, અને નિરતિચાર (શુદ્ધ) ચારિત્ર પાણી અનશન (આહાર-પાણીના ત્યાગ)પૂર્વક મૃત્યુ પામીને પહેલા દેવલાકમાં તે વૈમાનિક દેવ તરીકે ઉત્પન્ન થયા.
દેવલેાકમાં તેમણે અવધિજ્ઞાનથી પાતાના પૂર્વભવ જોઈ આષાઢી શ્રાવકના ભવમાં પેાતે કરાવેલી શ્રી પા નાથ ભગવાનની તે પ્રતિમાને ત્યાંથી દેવલાકમાં લાવ્યા, અને પેાતાના વિમાનમાં રાખી ઘણા કાળ સુધી હમેશાં ભક્તિપૂર્વક પૂજા કરી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org